સિહોરના વરલ પાર્થ વિધાલયમાં બોર્ડ વિધાર્થીઓને શુભેચ્છા અને વિદાય સમારંભ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના વરલ ગામની પાર્થ વિધાલયમાં ધો.૧૦ અને ૧૨ નો શુભેચ્છા અને વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો. બોર્ડમાં તમામ બાળકોને બોલપેન ભેટ અને કુમકુમ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. જયારે બાળકો તરફથી શાળા સન્માન અને શિક્ષક સન્માન સ્વરૂપે ભેટ અપઁણ કરી હતી.ધો.૯ અને ૧૧ ના બહેનો એ વિદાયગીત તથા ભાઈઓએ વિદાય પ્રસંગ વિષે વકતતવ્ય આપ્પું હતું. તેમજ ધો.૧૦-૧૨ ના વિધાથીઁઓએ શાળાના અનુભવો રજુ કર્યા હતા.શાળાના આચાર્યશ્રી રાઠોડ મહેશભાઈ એ માર્ગદર્શન આપ્પું હતું શાળાના મે.ટસ્ટ્રશ્રી ઓઢાભાઈ છોટાળા,પ્રમુખશ્રી જયેશભાઇ રાઠોડ,ટ્રસ્ટીશ્રી જગદિશભાઈ રાઠોડ,ડો.દામજીભાઈ છોટાળા તથા શાળાના સ્ટાફગણે શુભેચ્છાઓ પાઠવી હતી. સમ્રગ કાર્યક્રમનું સંચાલન ડોડીયા અમૃતભાઈ તથા સિહોરા કાજલબેન દ્રારા કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધિ શાળાના શિક્ષિકા ખમળ જયાબેન કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here