મોણપર ગામે અંગદાન સત્યકાર્યની મહેક પ્રસરી ; બુઝાયેલી જીવન જ્યોતે 3 લોકોના જીવનમાં પ્રકાશને પ્રજ્વલિત કરશે

વલ્લભીપુરના મોણપરનો રત્ન કલાકાર યુવાન મોટર સાયકલ સ્લીપ થતાં અકસ્માતથી બ્રેનડેડ થયેલ, પરિવાર પર આભ તૂટી પડ્યું, પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહની કિડની બન્ને આંખો અને લીવરનું દાન

સલીમ બરફવાળા
વલભીપુર તાલુકાના મોણપુર ગામના કારડીયા રાજપૂત સમાજના નવયુવાનનું બાઇક અકસ્માત બાદ બ્રેઇન ડેડ થતાં એમના પરિજનોએ યુવાનના અંગદાનનો નિર્ણય કરી અન્ય ત્રણ લોકોને નવજીવનમાં બક્ષેલ છે પૃથ્વીરાજસિંહના વેળાએ પરિવાર પર આભ તૂટી પડ્યું જોકે બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કાયમ જીવંત રહી શકે એ માટે પરિવારજનોએ તેનાં અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો.

સુરતના કતારગામ વિસ્તાર ખાતે રહેતા 32 વર્ષના રત્ન કલાકાર યુવાન પૃથ્વીસિંહ ચૌહાણ ગત તા. 15 જૂનની રોજ પોતાની મોટર સાયકલ લઈને દાંડી તરફ જઈ રહ્યો હતો તે સમયે તેનુ અકસ્માત થયેલ તેના કારણે માથામાં ગંભીર ઇજાને પહોંચતા સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા યુવકને ફરજ પરના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા સાથે તેના પરીવાર ઉપર આભ ફાટ્યું હોવા છતા પરીવારના સભ્યોએ સ્વસ્થતા કેળવી ને પણ પૃથ્વીરાજસિંહ ચૌહાણ સુરતમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત 15મીએ બાઇક સ્લીપ થતાં માથામાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

ડૉકટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. જો કે પોતાના વ્હાલાસોયા કંધોતરને ગુમવાવવાની દુઃખદ ઘડીમાં તેના પરિવાર દ્વારા સ્તુત્ય પગલું ભરી યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. કિરણ હોસ્પિટલના ડોકટરોનો સંપર્ક કરી યુવાની બન્ને કિડની, બન્ને આંખો અને લીવર નુ જરુરીયાત મંદ અન્ય દર્દીઓ માટે અંગદાન કરવામાં આવ્યું હતું.

અલબત, હૃદયમાં બ્લડ ક્લોટીંગ થઈ જતા હૃદયના દાન ની પરીવારની ઈચ્છા અધુરી રહી હતી.હતું. અન્ય વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.અંગદાન બાદ અંગદાતા યુવકનો મૃતદેહ તેના વતન મોણપુર ગામમાં લાવવામા આવેલ હતો તેની અંતિમક્રિયામા સમસ્ત ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ચૌહાણ પરિવારજનોને સાંત્વના સાથે તેમના સમાજ માટે આ પેરણાદાયી નિર્ણય આવકર્યો હતો. મૃતકના આત્માને સદગતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. અંગદાતા યુવક પૃથ્વીરાજસિંહ બે પુત્રો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here