બેમુદ્દતી હડતાળ ; આજે 13માં દિવસમાં પ્રવેશ, કોઈપણ જિલ્લામાં વીસીઈને છૂટા કરાશે તો કાનૂની લડત આપવા મંડળની તૈયારી 

બ્રિજેશ ગોસ્વામી
ગ્રામ પંચાયતોમાં સરકારની યોજનાઓનાં અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર વીસીઈ ( વિલેજ કોમ્પ્યુટર સાહસિક )ની અચોકકસ મુદતની હડતાળ આજે સોમવારે 13માં દિવસમાં પ્રવેશી છે. સરકાર પર દબાણ આવતા બેે હજારનું મહિને વધુ વેતન મળે તેવા નિર્ણયો જિલ્લા પંચાયતો કરી રહી છે પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરો  નજીવી રકમનું વેતન લઈને હડતાળ સમેટવા માટે તૈયાર નથી. રાજય મંડળનાં હોદેદારોએ એવો આક્ષેપ કર્યો છે કે હડતાળને તોડી પાડવા સરકાર  જુદા જુદા સ્તરેથી દબાણ કરી રહી છે.

કેટલાક જિલ્લાઓમાં નોટીસો આપીને સોમવાર તા. 23 સુધીમાં ફરજ પર હાજર થઈ જવા નોટીસ અપાઈ છે પરંતુ કોઈ પણ જિલ્લામાં વીસીઈને છૂટા કરવામાં આવશે તો તેની સામે કાનૂની લડત અપાશે. દરમિયાન વીસીઈનાં રાજય સ્તરનાં મંડળે સરકારને તા. 25 સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે જો ત્રણ દિવસમાં પડતર માગણીઓ નહિ સંતોષાય તો તા. 28 મીએ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહયા છે ત્યારે સામુહિક રાજીનામાં આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here