આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના. જેને લઇ આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7  અને 8 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy rains.. In the last 24 hours in the state, 174 talukas have experienced heavy rains

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. આ સાથે હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પાડ્યો હતો.

Heavy rains.. In the last 24 hours in the state, 174 talukas have experienced heavy rains

આ તરફ હવે હવામાન વિભાગે અજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી હોઇ 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

Heavy rains.. In the last 24 hours in the state, 174 talukas have experienced heavy rains

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પડયો હતો. આ સાથે ધ્રાંગધ્રામાં સવા 4 ઈંચ, બોટાદમાં પોણા 4 ઈંચ, ઉનામાં 3.5 ઈંચ, ગઢડામાં 3.5 ઈંચ વરસાદ, મહુધામાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ વરસાદ, લિંબડીમાં 2.5 ઈંચ, જોટાણામાં 2.5 ઈંચ વરસાદ, માતરમાં 2.5 ઈંચ, માંડલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ સુરતમાં સવા 2 ઈંચ, ગીર ગઢડામાં સવા 2 ઈંચ વરસાદ અને સુબિરમાં સવા 2 ઈંચ, બેચરાજીમાં સવા 2 ઈંચ વરસાદ પાડ્યો હતો.