ગત બે વર્ષે કાળમુખા કોરોનાને લીધે અને ખાસ કરી ગત વર્ષે નવરાત્રીની ઉજવણીનો માહોલ ફિક્કો રહ્યો હતો મોટાભાગના લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગત વર્ષે લિમિટેડ માસણોની હાજરીની શરતો પર નવરાત્રી મંજૂરી અપાઈ હતી.

Hello... Let's go to the famous Dance and Garba Academy of Sihore to learn Ras Garba.

પરંતુ આ વર્ષે સ્થિતિ પહેલાં કરતા સામાન્ય થઈ હોવાથી ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સિહોરની ફેમસ ડાન્સ એન્ડ ગરબા એકેડમીમાં ગરબા પ્રેક્ટિસની નવી બેન્ચનો પ્રારંભ કર્યો છે જમનાબેન ચેમ્બરમાં છેલ્લા સાત વર્ષથી ચાલતું ડાન્સ એકેડેમી બે વર્ષથી કોરોનાના કારણે બંધ હતું પરંતુ આ વર્ષે ફરી સિહોરના મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પન્નાબેન મહેતા (નગરશેઠ) ભરતભાઇ મલુકા સહિતની ઉપસ્થિતીમાં એકેડમી ખુલ્લું મુકાયું હતું.

Hello... Let's go to the famous Dance and Garba Academy of Sihore to learn Ras Garba.

જ્યાં નવરાત્રી સ્પેશ્યલ ગરબા બેન્ચ શરૂ કરવામાં આવી છે અહીંના સંચાલક કે જણાવ્યું હતું કે આ રાસ ગરબાની અવનવી સ્ટાઈલ તેમજ લેડીઝ કપલ તથા ફેમિલી માટે સ્પેશિયલ અલગ બેંચની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.અમારી લોકપ્રિય ફેમસ એન્ડ ગરબા એકેડેમી દ્વારા જિલ્લા તેમજ રાજયકક્ષા ખાતે અમારા ચુનંદા રાસ ગરબાના ખેલેયાઓ હરીફાઈઓમાં પ્રથમ કક્ષાએ આવેલ છે અમારા ટ્રેનર દ્વારા બહેનો કપલ તેમજ ફેમિલી ગ્રુપ માં પણ હરીફાઈઓમાં અગ્રેસર રહ્યું છે અને અહીં બહેનો માટે અલગ બેચ રાખવામાં આવતી હોય છે હાલ પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યાં છે નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પોતાનો શોખ પુરો કરવા હાલ તો ડાન્સ ક્લાસિક માં ગરબા શીખી રહ્યા છે