પગારદાર લોકો માટે નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાનો અંતિમ દિવસ રવિવારની રાતે 10 વાગ્યા સુધી 63.47 લાખથી વધારે રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા તેને લઈને જાણકારી આપવામાં આવી છે. 31 માર્ચ 2022ના રોજ સમાપ્ત થતાં નાણાકીય વર્ષ માટે જે કરદાતાઓએ પોતાના ખાતાનું ઓડિટ નથી કરાવ્યું તેમના દ્વારા આઈટી રિટર્ન દાખલ કરવાનો અંતિમ સમય રવિવાર હતો. આ અગાઉ 30 જૂલાઈ સુધી 5.1 કરોડથી વધારે ટેક્સ રિટર્ન દાખલ કરવામા આવ્યા હતા.

In a single day, 63.47 lakh people filed income tax returns in a single day

અંતિમ દિવસે દાખલ કરવામાં આવેલ 63.47 લાખ રિટ્નને શામેલ કરતા 2021-22ના નાણાકીય વર્ષ માટે રાતના 10 વાગ્યા સુધી દાખલ કરવામાં આવેલ આઈટીઆરની કુલ સંખ્યા 5.73 કરોડથી વધારે થઈ ગઈ છે. આઈટીઆર ફાઈલિંગ અડધી રાત સુધી ચાલ્યુ હતું. જે બાદ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોએ લેટ ફી આપવાની રહેશે.

In a single day, 63.47 lakh people filed income tax returns in a single day

રવિવારે દાખલ કરનારા રિટર્નના આંકડા જોતા આઈટી વિભાગે ટ્વિટ કર્યું છે. આજે 10 વાગ્યા સુધી 63,47,054 #ITR દાખલ કરવામાં આવ્યા અને છેલ્લા એક કલાકમાં 4,60,496 #ITR દાખલ કરવામાં આવ્યા. પાછલા નાણાકીય વર્ષ (2020-21)માં 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવેલી તારીખ સુધીમાં લગભગ 5.89 કરોડ આઈટીઆર દાખલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા એક મહિનાથી આઈટી વિભાગ કરદાતાઓને લેટ ફીથી બચવા માટે 2021-22 ના નાણાકીય વર્ષ માટે પોતાનું આઈટીઆર દાખલ કરવા માટે જણાવી રહ્યા છે.