જેસરના ઉગલવાણ ગામના ડુંગરાઓ 14 જેટલી નીલગાયના મૃતદેહ મળ્યા, બે શખ્સોની ધરપકડ

ઉંગલવાણ ગામના બે ખેડૂતોએ પાણીમાં ઝેરી દવા ભેળવતા મોત થયા

બ્રિજેશ ગોસ્વામી
જેસર તાલુકાના ઉગલવાણ ગામના ડુંગરાઓ અલગ અલગ જગ્યાએ નીલગાયના મૃતદેહ જોવા મળ્યા છે. બે વાડીઓના માલિકોએ પીવાના પાણીમાં ઝેરી દ્રાવણ ભેળવી દેતા 14 જેટલી નિલગાયોના મોત નિપજ્યા હતા. બંને વાડી માલિકોની ધરપકડ કરવામાં આવી છે. જેસર તાલુકાના ઉગલવાણ ગામના ડુંગરાઓમાં નિલગાયોના મૃતદેહ જોવા મળ્યા હતા. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે કયા કારણે મૃત્યુ થયેલા છે.

જે અંગે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરતા જેસરના ઉંગલવાણ ગામના ગધેડી ગાળા વાડી વિસ્તારના બાવ જેરામભાઈ નકુમ તથા હસુ જેરામભાઈ નકુમએ પોતાની માલિકીની વાડીમાં તા.5ના રોજ પાણીમાં દવા ભેળવી ઝેરી દ્રાવણ બનાવતા 14 નીલગાયનું મોત નિપજ્યા હતા. જે અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી. બંને શખ્સોની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા.