કાર્યકારી અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા એ રાજીનામું આપતા કારોબારી નું વિસર્જન થયું, બેઠકમાં સર્વાનુમતે જિલ્લા અને જોન નાં હોદ્દેદારોએ એક અવાજે ફરી લાભુભાઈ કાત્રોડીયા ને પ્રમુખ બનાવ્યા, હવે પત્રકાર એકતા સંગઠન ને કાયદેસરના પ્રમુખ મળ્યા…!!

શંખનાદ કાર્યાલય
ગઈકાલે રવિવારે રાજકોટ પાસે આવેલ સરધાર ઘામ નાં હોલમાં પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાતભર માંથી જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો,તમામ ઝોન પ્રભારી,સહ પ્રભારીઓ ની હાજરી માં પ્રદેશ પ્રમુખ ની નવેસર વરણી કરવા ચર્ચા કરતા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પદે થી લાભુભાઈ કાત્રોડીયા એ રાજીનામું આપી કારોબારી નું વિસર્જન કર્યા બાદ ગાંધીનગર નાં ગૌરાંગ ભાઈ પાંડ્યા ને ચુંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપી બધાજ

પ્રદેશ હોદ્દેદારો સામાન્ય સંગઠન ની હરોળમાં બેસી નવા પ્રમુખ માટે કોઈની ઈચ્છા હોય તો દાવેદારી કે દરખાસ્ત માંગવામાં આવી હતી..થોડી ચર્ચા બાદ સર્વાનુમતે લાભુભાઈ કાત્રોડીયાને કોઈ સ્પર્ધા વિના ફરી રેગ્યુલર પ્રમુખ તરીકે પસંદગી કરી,તમામ જિલ્લા નાં ઉપસ્થિત હોદ્દેદારો એ શુભેચ્છા પાઠવી,સન્માન કરી હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી. દરેક જિલ્લા પ્રમુખો પાસેથી પ્રદેશ કારોબારી ની રચના માટે બે બે નામ વહેલી તકે મોકલી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

મીટીંગ નાં પ્રારભે કિરણબેન જોશી સાબરકાંઠા તેમજ રિટાસિંહ નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી પ્રારંભ કર્યો હતો.આ મિટિંગમાં ખાસ સુરત થી હરજીભાઈ બારૈયા,સતીશ કુંભાણી, મોહસીન ખાન,વાના,વિક્રમ સાંખટ.. ભવદિપ ઠાકર,બનાસ કાંઠા થી પ્રભારી અંબાલાલ રાવળ,હેમૂભા વાઘેલા, કમલેશ જોશી,કિરણ જોશી, ગાંધીનગર થી ગૌરાંગ ભાઈ પંડ્યા,ભરતસિંહ,સોમનાથ થી ટીમ હેમલભાઈ, ટીમ જામનગર, ટીમ રાજકોટ ટીમ બોટાદ નાં પ્રભારી.રાજેશ શાહ,ધર્મેન્દ્ર ભાઈ પ્રમુખ,ઉપપ્રમુખ ડાવરા, ટીમ ભાવનગર,

ગીર વાન સિહ સરવૈયા,આર બી.રાઠોડ, સહિત અસંખ્ય હોદ્દેદારો ની હાજરી ટુંકી નોતિસે ઉડીને આંખે વળગે તેવી હતી.શ્રી સ્વામિનારાયણ નાં દર્શન ને આરતી નો લાભ લઈ પ્રસાદ લીધો હતો.ને ત્યારબાદ કાગવડ ખોડીયાર મંદિર,વીરપુર જલારામ મંદિરે દર્શન કરી ગોંડલ રોડ પરના ગુરુકુળ માં સંતશ્રી માધવ પ્રિયદાસજી સ્વામી નાં કંઠે મધુર કથા તેમજ સંગઠન નું સન્માન આશીર્વાદ બાદ પ્રસાદ લીધો હતો…!!