ભીખુભાઈ વારોતરિયા, વેજાભાઈ રાવલિયા, પૂનમબેન માંડમ, વાસણભાઈ આહીર, જવાહરભાઈ ચાવડા, અંબરિષભાઈ ડેર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શનિવારે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં સમસ્ત આહીર સમાજ માટે બિલ્ડીંગ ને ખુલ્લું મુકાશે

મિલન કુવાડિયા
જુનાગઠ ખાતે સોરઠીયા આહીર જ્ઞાતિના ઉતારા ભવનનું લોકાપર્ણ કાર્યક્રમ શનિવારે યોજાનાર છે જેમાં આહીર સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન આપશે જૂનાગઢની પવિત્ર સંતો મહંતોની પવિત્ર ભૂમિ ઉપર સોરઠીયા આહીર સમાજ દ્વારા નવનિર્મિત ઉતારા ભવનનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ઉતારા સમાજ ઉપયોગી ભવનનું લોકાર્પણ તા. ૨૬-૨-૨૦૨૨ ને શનિવારે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે મહાશિવરાત્રી પર્વ નજીક છે ત્યારે આ નવનિર્માણ ઉતારા ભવનનો લોકાપર્ણ કાર્યકમ્ થી સોનામાં સુગંધ ભળશે

ભીખુભાઈ વારોતરિયાના અધ્યક્ષ સ્થાને ઉતારા બિલ્ડીંગનું લોકાપર્ણ કરવામાં આવશે તેમજ વેજાભાઈ રાવલિયા દ્વારા ઉદ્ઘાટન કરીને આ ભવન ખુલ્લું મુકવામાં આવશે. અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમની શોભામાં વધારો કરવા પૂનમબેન માંડમ,વાસણભાઈ આહીર, જવાહરભાઈ ચાવડા, અંબરિષભાઈ ડેર, જીવાભાઈ સોલંકી, નટુભાઈ ભટ્ટ, સાજનભાઈ વારોતરિયા, ભગવાનભાઈ ભારડ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પધારશે તેમજ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આહીર સમાજના આગેવાન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે