બે આહિરો ની વિર ગાથા
           રાહનવઘણ ગાદીનશીન થયો તે વર્ષ જ તા.૧૯મી ઑક્ટોબર ૧૦૨૫ નાં રોજ ગઝના (અફઘાનિસ્તાન) થી મહમુદ ગઝનવી એ સોમનાથ પર ચડાઈ કરવા ત્રીસ હજાર (૩૦.૦૦૦) નું હયદળ,ચોપન હજાર (૫૪૦૦૦) નું પાયદળ તથા એકાદ લાખ  (૧૦૦.૦૦૦) અન્ય માણસો સાથે પ્રયાણ કર્યું હતું 

અહેવાલ સૌજન્ય- સોમનાથની સખાવતે

મુલતાન પહોંચી રણ ઓળંગવા મહમુદ ગઝનવી એ ત્રીસ હજાર ઊટો પર પુરતાં દાણાપાણી ની વ્યવસ્થા સાથે લોદરવા (જેસલમેર),ચિક્લોદર થઈ અચાનક અણહિલપુર પાટણ આવી પહોચતાં વિશાળ યવન સેના જોઈ ગભરાયેલા સોલંકી રાજા ભીમદેવે તેનો સામનો કરવા ની જગ્યા એ પોતાની રાજધાની ને ભગવાન ભરોસે છોડીને એક રાજવી ને શોભે નહીં તેવી રીતે તે કચ્છ  ના ગાધાવીના કિલ્લા માં ભરાઈ બેઠો હતો,ધણીધોરી વગરના પાટણ ને બેરહમીથી મહમુદ ગઝનવી ને લૂંટતોજોઈ સોલંકી રાજા ભીમદેવે ના ક્ષત્રિય ધર્મ માટે લાંછન રૂપ વર્તન થી અત્યંત દુઃખી થયેલા નેતૃત્વ વગરના વીસ હજાર ક્ષત્રિયોએ મોઢેરા આગળ એકત્ર થઈ યવન સેના ને આંતરી કેસરીયા કરતા અનેક મુસ્લિમોને મારી પોતાના મોતને ઉજાળતા વિરગતિ પામ્યા હતા, મોઢેરાનું સૂર્ય મંદિર તોડી દેલવાડા દેરાસરો લૂંટતો મહમુદ ગઝનવી તા (૬) ઠ્ઠી જાન્યુઆરી (૧૦૨૬) ના રોજ સોમનાથ-પાટણ આવી પહોંચ્યા હતો            જૂનાગઢ ના રા’નવઘણ ની (૧૦.૦૦૦) હજાર ની સેનાની આગેવાની લઈ મંત્રી શ્રીધર અને સેનાપતિ મહિધર સોમનાથ મંદિર ની રક્ષા માટે મોરચો સંભાળતાં તા.(૮) મી જાન્યુઆરી (૧૦૨૬) નાભગવાન સોમનાથની સાંજની આરતી પછી મુસ્લિમ સેના એ પ્રબળહુમલો કરતાં પ્રભાસ ના અબાલ વૃદ્ધ સહિત (૫૦.૦૦૦) હજાર હિન્દુઓની કત્લેઆમ સાથે મહમુદ ગઝનવી એ સોમનાથ મંદિર માં પ્રવેશીને તોડફોડ સાથે લૂંટ ચલાવી હતી 

અઢાર-અઢાર દિવસ સુધી પ્રભાસમાં રહી અનેક જાતના અત્યાચારો લૂંટફાટ,હત્યાઓ તથા હિન્દુ સ્ત્રી-પુરુષો અને બાળકોને ગુલામ તરીકે પકડી ને તા.(૨૪)મી જાન્યુઆરી (૧૦૨૬) ના રોજ યવનસેનાએ લૂંટેલી અઢળક સંપત્તિ સાથે પ્રભાસથી ગઝના તરફ પ્રયાણ કરતા મહા પરાક્રમી આબુ ના રાજા વિશળદેવ ચોહાણ તથા માળવાના રાજા ભોજદેવ ચૌહાણે યવન સેના ના પાછાં ફરવાના મુલતાન તરફના માર્ગ પર નાકાબંધી કરતા વ્યૂહ રચના માં હોશિયાર મહમુદ ગઝનવી એ વચ્ચે નો જ માર્ગ પસંદ કરી બાલંભા (તા જોડિયા) પાસે સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે આવેલ છીંછરી અને સાંકડીસમુદ્રની ખાડી સૌથી આગળ રહી સાહસપૂર્ણ રીતે પાર કરી પોતાના ઘોડા સાથે પાણીમાં ઝંપલાવી સહી સલામત રીતે પોતાની સેના ને કચ્છ માં ઉતારી હતી. પોતાના ઈષ્ટદેવના મંદિર ને લૂંટી પાછાં ફરેલા શક્તિશાળી મહમુદ ગઝનવી ને દિવાન રણછોડજી ના પુસ્તક તારીખે સોરઠમાં જોવા મળતા વર્ણન મુજબ જૂનાગઢના રા’નવઘણે આહિર સેનાનીઓ સાથે ગેરીલા પધ્ધતિ થી છૂપા હુમલાઓ કરી યવનસેના ને હેરાનપરેશાન કરી મૂકી હતી તેવોએ ગુલામ તરીકે પકડેલા અનેક સ્ત્રી-પુરુષોને છોડાવી તેઓની લાયકાત મુજબ જરૂરી શુધ્ધિ કરણ કરી પાછા હિન્દુ ધર્મ માં ભેળવ્યા હતા.મહમુદ ગઝનવી એ કચ્છ નો અજાણયો રસ્તો લેતા જગમાલ આહિર અને ભોજા આહિર નામના બે રણના પ્રખ્યાત ભોમિયાઓને જોડીયા-આમરણમાંથી તેમના કુટુંબ-કબીલા સાથે પકડી રણ ઓળંગવા સાથે લેતા પોતાના પૂર્વજ રાજા સોમ (ચંન્દ્ર)એ સ્થાપેલ અને ભગવાન શ્રીકૃષ્ણે પુન નિરમાંણ કરેલ સોમનાથ ના મંદિરને તોડી લૂંટનારા મહમુદ ગઝનવી ને દૈવયોગ કંઈક કરી દેખાડવાનો મોકો મળતાં ખુશ થઈ મુસ્લિમ સેનાને કચ્છ ના રણમાં લઈ તેઓ આગળ વધ્યા હતા આ સમયે દરેક મુસ્લિમ સૈનિકે બે-બે ઊંટો ઉપર સોમનાથ તથા અન્ય સથળોએ થી લૂંટલો અઢળક લૂંટનો સામાંન ભર્યો હતો.જે હજાર મણ સોના-ચાંદી સાથે અસંખ્ય હિરા-માણેક અને અન્ય કિંમતી સાધન-સામગ્રીથી લદાયેલા ઊંટો,ઘોડાઓ તથા મજુરની વણઝાર સાથે સૌ ગજના પાછાં ફરવાની ઉતાવળ માં હતા જગમાલ આહિર અને ભોજા આહિરે રણના ભોમિયા તરીકે મહમુદ ગઝનવી નો વિશ્વાસ સંપાદન કરી તેને ટૂંકા રસ્તે રણ પાર કરાવવાની જવાબદારી લેતા કચ્છ ના ભટ્ટી રાજા તથા ગાધાવીના કિલ્લામાં સેના સાથે ભરાઈ બેઠેલા પાટણના રાજા ભીમદેવેસોલંકી સાથે મુસ્લિમ સેનાને ભીડવવાઆગળ વધ્યા હતા પરંતુ ભીમદેવે સોલંકી એ ફરીથી કાયરતા દેખાડી ગાધાવીનો કિલ્લો છોડી ભાગતા યવન સેના એ ગાધાવી લૂંટયું હતું આગળ જતાં કચ્છના ભટ્ટી રાજા એ પણ ક્ષત્રિય ધર્મ છોડી યવનોને નજરાણું ધરતાં આહિર ભોમિયા ઓ મનમાં મુંઝાતાં ગડમથલ સાથે કંઈક મનસૂબાઓ મનમાં ધડતા યવનસેના ને રસ્તો દેખાડતા આગળ વધ્યા હતા. આહિર ભોમિયા હિન્દુ રાજવીઓ ની વર્તણુંકથી નિરાશ જરૂર થયા હતા પરંતુ હજુ હિંમત હાર્યા ન હોઈ પ્રાકૃત ધર્મના આદ્યદેવનું મંદિર તોડનાર યવનસેનાનો કચ્ચરઘાણ વાળવા મનમાં કંઈક નક્કી કરી આ બન્ને વિર આહિરો એ મહમુદ ગઝનવી સહિત યવન સરદારોને વિશ્વાસમાં લઈ રણના સાવ ટુંકા રસ્તા ના નામે કચ્છના અખાતની ઉતરે આવેલ સિંધ તરફ સેનાને લઈ પ્રયાણ કર્યુ હતુ આશરે (૧૨૫) સવાસો કિલો મીટર લાંબુ અને (૨૦ થી ૬૦) વીસ થી સાંઈઠ કિલો મીટર ઉતર-દક્ષિણ પહોળા લગભગ સમુદ્રની સમતળ ભૂમિમાં પથરાયેલા ખારાપટનો વેરાન પ્રદેશ ધરાવતા કચ્છનાં નાના રણમાં આગળ વધતા-વઘતા દરિયાની ભરતીથી પાણી ફરી વળેલા કાદવ-કીચડવાળો પ્રદેશ ખુંદતી ખુંદતી મુસ્લિમ સેના ત્રીજા દિવસે ત્રાહિમામ પુકારી ઊઠી હતી.

પરંતુ જગમાલ આહિર અને ભોજા આહિરે બાદશાહ મહમુદ ગઝનવી નો વધુ વિશ્વાસ કેળવી લશ્કરને આગળ વધારતા તેવો કચ્છ ના મોટા રણમાં પ્રવેશયા હતાં.આશરે (૨૫૦) અઢીસો કિલોમીટર પૂર્વ-પશ્ચિમ માં લાંબુ અને (૧૨૫) સવાસો કિલો મીટર ઉતર-દક્ષિણ માં પહોળા વિશાળ રેતીના નિર્જન.નિર્જળ અને વેરાન રણ તરફ મહમુદ ગઝનવી ને સેના સાથે દોરતા પોતાના બુધ્ધિકૌશલ્યથી મુસ્લિમ સેનાનો નાશ કરવા આ બે વિર આહિરો જગમાલ આહિર તથા ભોજા આહિર અધીરા થયા હતા.ખારના પોપડા જામેલા અફાટ વેરાન પ્રદેશ માં દાખલ થતા  જ રેતી અને માટી ની રજકણ ધરાવતી કાળા અને કડવા ક્ષારના મિશ્રણવાળી ખારીસરી પ્રદેશ માં આવી પહોંચતાં ચંદ્ર ની ગતિ એ સમુદ્રમાં આવતી ભરતી ઓટ મુજબ પોષ સુદી પુનમ ના દિવસે દરિયામાં ભરતી આવતા આ વેરાન પ્રદેશ માં ચારે બાજુ સમુદ્રના ખારા પાણી ફરી વળ્યા હતા.અફાટ વેરાન પ્રદેશ થી સાવ અજાણ યવનોએ અચાનક સમુદ્રના ફરી વળેલા પાણી જોઈ કુદરતી રીતે મીઠાનાં બનેલા ટેકરાઓ (લાણાસરી) પર ભરતી ના પાણી થી બચવા આશરો લીધો હતો.બે-બે દિવસ સુધી લાણાસરી ઉપર આશરો લેતા સમુદ્રની ભરતી ઊતરતાં જ ખારીસરી માં કાદવકીચડ સાથે ચારે બાજુ ઝેરી દરિયાઈ જીવજંતુઓ,સાપ,કરચલા,વીંછી,વગેરે ફેલાયેલા જોઈ (૧૦) દસેક દિવસ થી એકધારા ઉજ્જડ વેરાન પ્રદેશ માં ખારા પાણી ના ખાબોચિયા સાથે કાદવકીચડ ખુંદતા અનેક પ્રકાર ના જીવજંતુઓ થી ત્રસ્ત મીઠા જળના અભાવે ક્ષુધાતુર થયેલ સેના તાવ,ઝાડા-ઊલટી અને કૉલેરાથી ત્રાહિમામ થઈ આગળ વધતા મુસ્લિમ સેનાના અનેક સૈનિકો વગર લડાઈ એ તેઓના અત્યાચાર ને યાદ કરતાં-કરતાં રિબાઈ-રિબાઈને મૃત્યુ ને ભેટતા હતા ત્યારે વગર પાણી એ તથા ઘાસચારા નાં અભાવે અઢળક સંપત્તિ લાદેલા ઘોડા,ઊટો ઉપરાંત મજુરો પણ મરણને શરણ થતાં સોમનાથ ની લખલૂટ સંપત્તિ રણમાં દફન થઈ હતી.

મુસ્લિમ સેના ની દુરદશા જોઈ મહમુદગઝનવી ના સરદારો ને આહિર ભોમિયાઓ ઉપર શક જતાં તેઓને બાદશાહ સમક્ષ હાજર કરી તેમની કડક પૂછપરછ આદરી હતી.બાદશાહ ની પૂછપરછ નો જગમાલ આહિર અને ભોજા આહિરે ગૌરવ સાથે નિડરતાથી જવાબ આપતાં કહ્યું હતું કે અમે રાજા સોમ (ચંન્દ્ર) અને ભગવાન શ્રીકૃષ્ણના વંશ જ હોઈ તમોએ અમારા આદ્યદેવ ભગવાન (શિવ) સોમનાથ મહાદેવ નું મંદિર તોડયું અને લૂંટયું હોવાથી તમારા સર્વનાશ માં જ અમારૂં જીવન સાર્થક થયેલું હોવાનું તેઓએ નિર્ભયતાથી જણાવ્યું હતું.આહિર ભોમિયાઓ નો જવાબ સાંભળી ક્રોધાયમાન થયેલ મહમુદ ગઝનવી એ તેમના બાળકો અને પત્ની ઓને તેમની સામે જ મારી નાંખી તેમના પર અતિશય શારીરિક અત્યાચાર આદરતાં આ બન્ને વિર આહિરો ને પોતાના પૂર્વજોના ઊજળા ઈતિહાસ ને યાદ કરતા હસતા મોઢે પીડા સહન કરી રહેલા જોઈ કાળઝાળ થયેલ બાદશાહ આ બન્નેને તલવારના ઝાટકે ઉડાવી દીધા હતા.અફાટ વેરાન રણમાં દિશાશૂન્ય થયેલા મહમુદગઝનવી એ આકાશમાં ઉડતા કુંજ પક્ષીઓ ને જોઈ તે દિશામાં સેનાને આગળ વધવા ના આદેશો આપતા થોડે આગળ વધતા જ અસંખ્ય સાપ,કરચલા,વીંછી જેવા અનેક ઝેરી જીવજંતુઓ થી ઉભરાતી ખારી નદી જોઈ બે આહિરો એ પોતાની સેનાની કરેલી પાયમાલીથીબેબાકળા બની મુશ્કેલી ઓનો પીછો છોડાવવા મરણીયા થયેલ મહમુદ ગઝનવી એ અન્ય કોઈ વિકલ્પ ન હોય નાછુટકે નદી ઓળંગવા આગળ વધ્યા હતો.

મહમુદ ગઝનવી ની સેના સાથે સોમનાથની ચડાઈ વખતે સાથે આવેલા મુસ્લિમ ઈતિહાસકાર અલબીરૂની તથા જામે ઉલ હિફાયતના લેખક મહમુદ ઉફી કચ્છનાં રણમાં ભગવાન સોમનાથ ની સ્થાપના કરનાર રાજા સોમ ચંન્દ્રવંશી આભીર (આહિર) ભોમિયા ઓ વિશે વધુમાં લખે છે કે આ બન્ને વિર આહિરો એ મુસ્લિમસેનાનેએવી ફસાવી હતી કે મહમુદ ગઝનવી સહિત દરેક સૈનિક તથા રસાલાના માણસો પાણી વગર તરફડતા ક્ષુધાતુર જવર.મરડા અને ઊલટીથી અત્યંત પીડા ભોગવતા તથા આવા વિપરીત સંજોગોમાંથી આંતરડાના ક્ષયની બિમારી ના ભોગ બનતા દોઢ લાખ સૈનિકો તથા લાખો ઊંટો-ઘોડાઓ અને અન્ય પશુ ઓની જગ્યા એ ફક્ત બે હજાર સૈનિકો થોડાક ગુલામો અને સોમનાથની લૂંટેલ સંપત્તિ લઈ (૨) એપ્રિલ (૧૦૨૬) ના રોજ શારીરિક તમેજ માનસિક રીતે અત્યંત થાકી હારી ગઝના પાછાં ફર્યા ત્યારે રાજધાનીમાં માતમનું વાતાવરણ છવાઈ ગયેલ હતું.મહમુદ ગઝનવી ની અગાઉ ની ભારત પરની (૧૭) સત્તર ચડાઈઓથી ગઝના રાજ્ય નું બળ વધ્યુ હતું પરંતુ સોમનાથ ની ચડાઈ માં અઢળક સંપત્તિ લૂંટવા છતાં આ આક્રમણખોરને ફક્ત બે આભીર (આહિર) એ શહાદત વહોરીને પણ વેર વાળતાં મહમુદ ગઝનવી ની સૈન્યશક્તિનો નાશ કરી તેને અપાર શારીરિક પીડાઓ સાથે માનસિક રીતે ભાંગી નાંખતા હતાશ થયેલા મહમુદ ગઝનવી સોમનાથ ની લૂંટેલી અઢળક (ગંજાવર) સંપત્તિ સામેજ પથારીમાં તરફડતો પોતાના કુકર્મો યાદ કરતા કરતા લોહી ની ઊલટી ઓ કરતા કરતા ક્ષય ની બિમારી થી પીડાતો રીબાતો (૩૦) મી એપ્રિલ (૧૦૩૦) ના રોજ મૃત્યુ પામ્યો હતો.             મુસ્લિમ લેખક મહમુદ ઉફી તેમના પુસ્તક જામે-ઉલ-હિફાયતમાં જણાવે છે કે અણહિલવાડ પાટણ ના આભીર (આહિર) સૈનિકો ના હાથે મહમુદ ગઝનવી ની કચ્છ ના રણમાં હાર થતાં બાદશાહ ના સલાહકારો એ મૂળ અણહિલવાડ પાટણ ના પરંતુ ગઝનીમાં રહી બહું મોટો વેપાર કરતા વસા આભીર (આહિર)પાસેથી તેની નુકશાની વસૂલ કરવાની સલાહ આપતાં દુઃખ અને દર્દ થી પીડાતા બાદશાહે આ સલાહ પ્રમાણે કરવાની નાં પાડી હતી હકીકતમાં આભીરોને છંછેડવા નું પરિણામ ભોગવતો મહમુદ ગઝનવી પોતાની રાજધાની માં રહેતા આભીરો સાથે વેરબાંધી પોતાની મુસીબત વધારવા માંગતો ન હતો.આ સમયે મોરબી-માળિયા અને કચ્છ નો કેટલોક પ્રદેશ અણહિલવાડ-પાટણના તાબા હેઠળ આવતો હોઈ મુસ્લિમ લેખક આ બે આભીર (આહિર) ભોમિયા ઓ ને સોલંકી રાજા ભીમદેવે ના સૈનિકો તરીકે ગણાવ્યા હતા તથા ગજનામાં રહી અઢળક સંપત્તિ કમાયેલા તથા પોતાનું સામર્થ્ય ધરાવતા વસા આભીર ની ઈર્ષા થી પ્રેરાઈ કેટલાક દરબારીઓએ બાદશાહ ને તેના વિરૂધ્ધ સલાહ આપતાં છતાં બાદશાહ આ અવિચારી કૃત્યથી દૂર રહ્યો હતો            

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here