અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું
સ્વતંત્રતા સંગ્રામની ગૌરવયાત્રામાં “દાંડીયાત્રા”ની લડતનું ઐતિહાસિક અને આગવું મહત્વનું છે. યાત્રાનાં સંયોજક અને પ્રણેતા મહાત્મા ગાંધીએ આ દાંડીયાત્રાને “પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી છે. સ્વતંત્રતા બ્રિટીશ હુકુમત હિન્દુસ્તાનઓ પર યેનકેન પ્રકારે “કર” વસુલવાની કામગીરી કરતી હતી., સમગ્ર ભારતમાં કર વસુલવાની જુદી જુદી વાતો સામે આવી રહી હતી. ખેડૂતો, ખેત મજુરો, વેપારીઓ બધા આ જુલ્મી સરકારની જોહુકમીથી કંટાળી હતી. હવે દેશને એક પૂર્ણ સ્વરાજ માટેનાં ચળવળની જરૂર હતી ડિસેમ્બર, ૧૯૨૯માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જાહેર કર્યું કે ભારત માટે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રાપ્તિ એ જ અંતિમ ઉદ્દેશ છે અને તે માટે જાન્યુઆરી ૨૬ ૧૯૩૦નાં દિવસે દેશભરમાં “સંપૂર્ણ સ્વરાજ દિવસ” – સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. સત્યાગ્રહની લડાઈનાં મંડાણ થઇ ચૂકયા હતા તૈયારીઓ આરંભવામાં આવી. કોંગ્રેસનાં લાહોર અધિવેશનમાં લેવાયેલા ઠરાવ બાદ હવે “સ્વરાજ” માંથી હવે નારો “પૂર્ણ સ્વરાજ”માં તબદીલ થઇ ચુક્યો હતો. સ્વાતંત્ર સંગ્રામનાં યુવાન લડવૈયાઓમાં ઉત્સાહ સમાતો ન હતો. આખોમાં
આઝાદીની ચમકે જન્મ લીધો હતો. ધમની શિરાઓમાં હવે પૂર્ણ સ્વરાજરૂપી રક્ત દોડવા લાગ્યું હતું.
હિદુસ્તાનનાં તમામ લોકોએ ઉત્સાહથી પોતાને “પૂર્ણ સ્વરાજ” માટેની લડવા જોખી દેવું એ લગની લાગી હતી. આ જ પૃષ્ઠભૂમિમાં, કોંગ્રેસના સત્તા હેઠળના ગાંધીજીએ પહેલું પગલું ભર્યું અને “મીઠું સત્યાગ્રહ” તરીકે ઓળખાતા નાગરિક અસહકાર ચળવળ શરૂ કરી. ૧૯૮૫નાં સંગ્રામ બાદ બ્રિટીશ સરકારે મીઠાના વેપાર પર સમગ્ર ભારતમાં એક સમાન કર દાખલનો પ્રયાસ કર્યો. મીઠું એ કરોડો માનવીનાં રોજીંદા વપરાશની આવશ્યક વસ્તુ હતી જે “કર”ને કારણે મોઘું થયું હતું. ૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ સત્યાગ્રહ ચાલું કરતા પહેલા અંતિમ ચેતવણી સમાન ઐતિહાસિક પત્ર તત્કાલીન વોયસરોય ઈરવીનને લખ્યો જેમાં તેમણે લખ્યું કે “સમગ્ર દેશમાં દારૂ બંધી, જમીન મહેસૂલ આકારણીમાં ઘટાડો, લશ્કરી-સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કાપડ પર જકાત લાદવા, અને વિશેષ કરીને “મીઠાના કરને નાબૂદ”ની સહીતની ૧૧ માંગણીઓ પૂરી કરશે તો તે આ કૂચ અટકાવશે.
વધુમાં ગાંધીજીએ લખ્યું કે જો મારો પત્ર તમારા હૃદયને સ્પર્શયો ન હોય તો આ મહિનાના અગિયારમા દિવસે હું મીઠાના કાયદાની જોગવાઈઓને અવગણવા માટે આશ્રમના સહકાર્યકરો સાથે આગળ વધીશ. હું આ “મીઠાના કર”ને ગરીબ માણસની દૃષ્ટિએ સૌથી વધુ અન્યાયપૂર્ણ ગણું છું. કેમ કે સાર્વભૌમત્વ અને સ્વ-શાસનની ચળવળ એ સૌથી વધુ ગરીબ લોકો માટે આવશ્યક છે, આની શરૂઆત આ દુષ્ટતાથી કરવામાં આવશે.” ગાંધીજીએ લખેલા પત્રનો વાયસરોયએ આકરા શબ્દમાં ઉતર આપતા લખ્યું હતું કે “વાંકા ઘૂંટણ પર મેં રોટલી માંગી અને તેના બદલે મને પત્થર મળ્યો છે.”
સમાજનાં ગરીબમાં ગરીબ વ્યક્તિને મીઠા વગર ચાલે એમ ન હતું. મીઠાનો કાયદો તોડીને સવિનય કાનુન ભંગની રાષ્ટ્રીય લડત માટે સ્થળ નક્કી કરવાની કામગીરી શરુ થઇ. મીઠું દરિયા કિનારે થાય એટલે એ નક્કી હતું કે સ્થળ તો કોઈક દરિયાકાંઠે જ હશે. સાબરમતી આશ્રમમાં ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી આ વખતે ખેડા જીલ્લા અને સુરત જીલ્લા વચ્ચે હરીફાઈ જામી હતી. ખેડા જીલ્લાએ વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, મોહનભાઈ પંડયા, નરસિહભાઈ પટેલ, રવિશંકર મહારાજ. ભક્તિબા, ઇન્દુલાલ યાજ્ઞિક, ચીનુભાઈ ભગત જેવા મહામાનવો દેશને આપ્યા છે. જેથી મીઠાનો સત્યાગ્રહ ખેડા જીલ્લામાં થાય એવું આગેવાનો ઈચ્છતા હતા.
દરબાર સાહેબે મહીકાંઠાનું બદલપુર નામ સૂચવ્યું. બીજું નામ કઠલાલ પાસે લસુંદરા પણ આવ્યું. એક મૌલિક સુચન કલ્યાણજી એ આપ્યું કે ગાંધીજી આખું ગુજરાત પાર કરીને સુરતમાં આવે તો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં એક મોટો પ્રભાવ-અસર પડે. આ વાત વલ્લભભાઈ પટેલને ગમી. ગાંધીજીએ કલ્યાણજીને પૂછ્યું કે સુરતના કયું ગામ પસંદ કરાય ? કલ્યાણજીએ મહાદેવભાઈ દેસાઈનું ગામ “દિહેણ”, સત્યાગ્રહી પાંચાકાકાનું “કારડી” ગામ અને તેની બાજુએ આવેલું “દાંડી”, મીઠાનાં ડુંગરોનું ગામ “ઘરાસણ” પારસીઓનાં આસ્થાનું સ્થાન “ઉદવાડા” નામો રજુ કર્યા.
મહાદેવભાઈ અને સરદાર સાહેબ જાતે પોતે રસ લઈને ગામ જોવા ગયા. બદલપુર જઈ જોયા બાદ આખરે બધી બાજુઓની વિચાર કરીને કળશ સુરતના દાંડી પર ઢોળાયો. દાંડી પસંદગીનાં મુખ્ય કારણમાં જો ગાંધીજીની ધરપડક ન થાય તો સાબરમતીથી દાંડી આખું ગુજરાત ગાંધીજીનાં સ્વમુખે સંદેશો સાંભળે અને તે આખા હિન્દુસ્તાનમાં પોહચે.
યાત્રાની તૈયારીને ભાગરૂપે અને ખેડાના લોકોનાં વિશેષ આમંત્રણને માન આપીને સરદાર પટેલ જો દાંડીયાત્રા પહેલા એક વાર ખેડામાં આવે તો ઉત્સાહ અને જોશમાં વધારો થાય. બારડોલી સત્યાગ્રહની લડાઈ હજુ તાજી તાજી જ હતી અને સરદાર પણ પુરા જોશમાં હતા તેથી બ્રિટીશ સરકારમાં ડર વ્યપાવો સ્વાભાવિક હતો અંતે રાસમાં સરદારની ધડપકડથી મીઠાના સત્યાગ્રહની લડાઈનાં શ્રીગણેશ થયા. મીઠાના સત્યાગ્રહમાં “એક ચપટી મીઠું” હવે દેશનું ભવિષ્ય નક્કી કરનાર હતું. આવતા અંકે આપણે દાંડીયાત્રા વિષે જોઈશું, કેટલા સત્યાગ્રહીઓ, કેટલી મુશ્કેલી અને તકલીફો બાદ દાંડી પોહાચ્યા, ક્યાં ક્યાં રોકાણ થયું અને યાત્રા અને ગાંધીની જીવન થશે જોડાયેલી રસપ્રદ વાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here