ગુજરાતનું સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે,તેનું બાંધકામ સોલંકીવંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું,પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે. હજુ પણ આ તળાવને જોતા કુતુહલ થાઈ કે એ સમયના લોકો ત્યારે આ પદ્ધતિ વિચારી શકતા હતા આજના શાશકો નપાવટ કહી શકાય, તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા મહત્વના રાષ્ટ્રીય સ્મારક (N-GJ-161) તરીકે જાહેર કરાયેલ છે.
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ તળાવ ખોદનારા ઓડ જ્ઞાતિના રૂડાની પત્નિ જસ્મા ઓડણની સુંદરતા પર મોહી ગયો હતા અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જસ્માએ ક્રોધિત થઈને રાજાને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપને કારણે તળાવ ખાલી હતું અને શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી,ત્યારે નીચી ગણાતી જ્ઞાતિના માયો (વિર મેઘમાયા) એ પોતાનું બલિદાન આપ્યું અને તળાવમાં પાણી ભરાયું. સિદ્ધરાજ જયસિંહે આ બલિદાનની કદર કરી તેની જ્ઞાતિને અન્ય નગરજનો સાથે શહેરમાં રહેવાની છૂટ આપી એક રીતે જોઈએ તો ત્યારે અસ્પૃતિયા નો ભેદ રહ્યોં ના હતો
આ તળાવ ની બનાવટ એવી હતી તે સમયે પાણી ફિલ્ટર થતુ સરસ્વતી નદી માંથી પાણી અનેકો કુત્રિમ ફિલ્ટરો થી ગળાય ને તળાવ સુધી પહોંચતું
આ તળાવનું સ્થાપત્ય હિંદુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું. તળાવમાં આ પાણી આવતું હતું અને તે ૫ કિમી વિસ્તારમાં ફેલાયેલું હતું. તળાવના કાંઠા પર એક હજાર શિવલિંગો આવેલા હતા. તેમાંના કેટલાંક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે.
સહસ્ત્રલિંગ તળાવનું નામ તેના કાંઠે આવેલા અસંખ્ય નાના મંદિરો પરથી પડ્યું હશે એમ મનાય છે. તેના ખંડેરો પર અષ્ટકોણીય રોઝા ઉભો કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશાના મધ્ય ભાગમાં જૂનું શિવ મંદિર આવેલું છે. જે ૪૮ થાંભલાઓ ધરાવે છે,આ મંદિર ૧૬મી સદી સુધી સારી હાલતમાં હતું,પશ્ચિમ દિશામાં રૂદ્રકુપ આવેલ છે, જે સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટેની વ્યવસ્થા ધરાવે છે. તેનો વ્યાસ લગભગ ૪૦ મીટર જેટલો૧૫૬૧માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઇને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઇ હતી
એક એવી કથા ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ના સિહોર ગામ સાથે જોડાયેલી છે ત્યાં પણ બ્રહ્મકુંડ નામના કુંડ નું નિર્માણ રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવેલું હતું આ ઉપરથી ખ્યાલ આવે કે ક્યાં પાટણ ને ક્યાં ભાવનગર તેમ છતાં ઇતિહાસ એક બીજા સાથે જોડાયેલો નીકળે છે તમે પણ આ વિરાસતો વિષે જાણતા હો તો કોમેન્ટ કરીને જણાવી શકો છો તમારા અભિપ્રાય