અંક ૬ : આફ્રિકામાં જીત
આફ્રિકામાં ચાલી રહેલા ગાંધીજીનાં હિંદીઓના અધિકાર માટેના સંઘર્ષ દરમિયાન હિન્દુસ્તાનથી ઓક્ટોબર ૧૯૧૨માં ભારત સેવક સમાજનાં પ્રમુખશ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે એક મહિના માટે ગાંધીજીને સહાયરૂપ બની રહે એ માટે આફ્રિકા આવ્યા હતા. તેમણે ઠેર-ઠેર ભાષણો કર્યા અને ત્યાંના હિંદી અને ગોરાઓની સાથે મુલાકાત લીધી અને આખરે તે જનરલ બોથા અને સ્મટ્સને મળ્યા. આ મુલાકાત લગભગ બે કલાક ચાલી. ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહ્યું કે સરકાર પ્રતિબધ ઉઠાવશે અને ગીરમીટ પૂરી થયા બાદ પણ દક્ષીણ આફ્રિકામાં રહેતા મજુરો પાસેથી ત્રણ પાઉન્ડ લેવામાં નહિ આવે તેવી હૈયા ધારણા આપી છે. ગાંધીજી એ તુરંત ઉમેર્યું કે મને એમાં વિશ્વાસ નથી. આ વાતની થોડા દિવસમાં જ સ્મટ્સએ ધારાસભામાં ત્રણ પાઉન્ડ કર કાઢી નાખવાની વાતને નામાંજુર કરી. ગોખલેજીને આપવામાં આવેલા વચનનો ભંગ થયો હતો હવે લડાઈ અતિમ તબક્કામાં હતી.
સત્યાગ્રહી બહેનો ટ્રાન્સવાલથી ન્યુ કેસલ જઈ હડતાલ પર ઉતારેલા મજુરોને મળી અને સરકારે એ બહેનોની ઘરપકડ કરી. જેથી હડતાલ વધુ ઉગ્ર બની. મહાત્મા ગાંધી ફીનીક્સથી ન્યુ કેસલ પોહચ્યા અને તેમની આગેવાનીમાં પાંચ હજાર મજુર હડતાળિયાઓ ગોરા અધિકારીનાં ઘર સામે જમા થયા. ગાંધીજીએ કુચ કરવાનું નક્કી કર્યું. ૧૩ ઓક્ટોબરએ ગાંધીજી ન્યુ કેસલથી ચાલ્સટાઉન પોહાચ્યા પરતું ક્યાંય રોકવામાં કે ઘડપકડ કરવામાં ન આવી. હવે ગાંધીજીએ દરરોજ ૩૦ જેટલા કિલોમીટર ચાલવાનું નક્કી કર્યું. આખરી પડાવ હતો ટોલ્સટોય ફાર્મ. છઠ્ઠી નવેમ્બર ૧૯૧૩ ગાંધીજીએ પ્રાથર્ના કરી ૨૦૩૭ જેટલા પુરુષ. ૧૨૭ સ્ત્રી, ૫૭ બાળકો સાથે કુચનો આરંભ કરીને પહેલો પડાવ પામફોર્ડમાં કર્યો. રાત્રે ગાંધીજીની ઘડપકડ કરવામાં આવી જેમાં તેઓને જમીન પર છોડી મુકવામાં આવ્યા. બીજા દિવસે ફરી કુચ કરી અને સ્ટેન્ડટનમાં પડાવ નાખ્યો ત્યાં મેજિસ્ટ્રેટ પોતે ગાંધીજીની ઘડપકડ કરવા આવ્યા. એમ કરતા માત્ર બે દિવસમાં ગાંધીજીને ચાર વખત પકડવામાં આવ્યા હતા.
તેમને વોલ્કસ્ત્રસ્ટ અદાલતમાં હાજર કરવામાં આવ્યા. ગાંધીજી એ પોતાના પર લગાવવામાં આવેલ તમામ આરોપ કબુલ્યા. કબુલાત બાદ પણ ગાંધીજીનાં સાથીઓ પોલક અને કેલનબેલ દ્બારા ગાંધીજી વિરુદ્ધ ગવાહી આપવાવમાં આવી. એમ ત્રણેયને એક બીજા વિરુદ્ધ ગવાહી આપી. ગાંધીજીને ત્રણ મહિનાની સખ્ત કેદની સજા થઇ. તેમની સજામાં સાથે પોલાક અને કેલનબેક પણ હતા. સવિનય કાનુન ભંગનાં નિયમ સાથે આંદોલન વધુ વેગવંતુ બનતું ગયું પચ્ચાસ હજાર જેટલા હડતાળિયાઓ સાથે હજારો હિંદીઓ જોડાયા. ઘણા તો જેલ ભેગા પણ થયા. ૧૮મી મેં ૧૯૧૩એ ગાંધીજી, પોલાક અને કેલનબેલને અચાનક જ છોડી મુકવામાં આવ્યા. ત્યાં સુધીમાં તો ઈંગ્લેંડ અને દક્ષીણ આફ્રિકાની કચેરીઓ વચ્ચે વાતચીતોનો દોર પુર ઝડપે ચાલુ થઇ ગયો હતો.
ઈંગ્લેંડમાં વાઇસરોય અને અધિકારીઓ પર વધી રહેલા દબાણથી આફ્રિકામાં એક તપાસપંચની રચના કરવામાં આવી પરતું ગાંધીજીએ તેને એકપક્ષીય કરીને નકારી કાઢી. ગાંધીજીનાં પંચમાં હિંદીઓના સમાવેશની વાતનો છેદ જનરલ સ્મટ્સએ ઉડાડી દીધો. છેવટે ગાંધીજીએ ડરબનથી કુચ કરવાની જાહેરાત કરી તે જ અરસામાં ગોરાઓએ રેલ્વે હડતાલથી પીછેહઠ કરીને સ્મટ્સએ ગાંધીજીને મંત્રણા માટે બોલાવ્યા. મંત્રણાઓ નો દોર ચાલુ થયો. છેવટ ૩૦ જુન ૧૯૧૪ના રોજ આખરી સમજુતીને મહોર મારી પત્રોની આપ લે થઇ.
સંઘર્ષની લડાઈમાં થયેલ જીત બાદ ગાંધીજીએ જેલમાં પોતના હાથે બનાવેલ ચંપલની જોડ સ્મટ્સને ભેટ આપી. સ્મટ્સએ પોતાની પુસ્તકમાં ઉલ્લેખ્યું કે ગાંધીજી દ્વારા બનાવેલ ચંપલ દર વર્ષે ઉનાળામાં પોતાના ફાર્મ જતા પહેરે છે. તેમને “ગાંધીઅભિનંદન ગ્રંથ”માં મુક્તપણે ગાંધીજી અને તમેની વચ્ચે ચાલેલા સંઘર્ષ અને તેમને થયેલા અનુભવ વિશેની લખ્યું “મને તે કાળે પણ ગાંધીજી પ્રત્યે પુષ્કળ માન હતું એવી વ્યક્તિનો વિરોધ કરવાનું મારા ભાગ્યમાં લખાયેલું હતું”. સ્મટ્સએ ગાંધીજીએ આપેલા જોડાને તેમની ૭૦મી વર્ષગાંઠે મિત્રતાનાં પ્રતિક તરીકે પાછા મોકલાવ્યા અને લખ્યું “મેં કેટલાય ઉનાળા એ ચંપલ પહેર્યા કરી છે પણ હવે મને લાગ્યા કરે છે કર હું આવા મહાપુરુષની ચંપલમાં પગ નાખવા લાયક નથી”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here