અંક ૧: ત્રણ ગોળી..
સાંજનાં સમયે રોજીંદા ક્રમની જેમ પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી તૈયાર થઇ રહ્યા હતા આભાએ તેમનું ભોજન બનાવ્યું હતું. ભોજનમાં બકરીનું દૂધ, બાફેલી અને કાચી ભાજીઓ, થોડાં સંતરાં, આદુનો રસ નાખેલો કુંવારપાઠાનો રસ, લીંબુ અને ઘીની રાબ – આટલી ચીજા હતી. નવી દિલ્હીનાં બિરલા ભવનનાં પાછળના ભાગે જમીન પર બેસીને ગાંધીજી ખાઈ રહ્યા હતા. જમતી વેળાએ સ્વતંત્ર ભારતનાં નાયબ વડાપ્રધાન સરદાર પટેલની સાથે વાતો ચાલી રહી હતી. સરદાર પટેલ અને વડા પ્રધાન પંડિત નહેરુન વચ્ચેનાં મતભેદની અફવાઓ ચાલી હતી અને અન્ય મહત્વની સમસ્યાઓની જેમ આ પણ મહાત્મા ગાંધી ઉપર નાખવામાં આવી હતી. ગાંધીએ પોતાની પાસે પડેલી ઘડિયાળ ઉપાડીઅને કહ્યું `હવે મારે જવું પડશે.’ આટલું કહેતાં આભા, મનુ, સરદાર અને તેઓ ઊઠયા, બિરલાભવનની જ ડાબી બાજુના બગીચામાં આવેલ પ્રાર્થનાસભા તરફ ચાલવા માંડયા. ગાંધીજીનાં પિતરાઈભાઈના પૌત્ર કનુ ગાંધીની પત્ની આભા અને બીજી પિતરાઈ ભાઈની પૌત્રી મનુ બંને એમની સાથે ચાલવા લાગ્યા. ગાંધીજીએ તેમના ખભાનો આધાર લીધો. તેઓ આ બંનેને પોતાની `લાકડીઓ’ કહેતા હતા પ્રાર્થનાસભા સ્થળનાં રસ્તે લાલ પત્થરના સ્તંભવાળી એક લાંબી ઓશરી હતી. એમાંથી થઈને દરરોજ બે મિનીટનો રસ્તો પસાર કરતા હતા ગાંધી હળવાશથી મજાક કરતા રહેતા.
સવારે આભાએ પીવાડાવેલા ગાજરના રસની વાત કરતા કહ્યું અચ્છા, તું મને જનાવરોનું ખાવાનું આપે છે એમ !’ કહી પોતે હસી પડયા. આભાએ કહ્યું `પણ બા તો તેને ઘોડાનો ચારો કહેતાં હતાં ! ગાંધીજીએ મજાક કરતાં કહ્યું, `શું મારા માટે એ ગૌરવની વાત નથી કે જને કોઈ નથી ઇચ્છતું તેને હું પસંદ કરું છું ?’ આભા ફરી કહેવા લાગી : `બાપુ, આપની ઘડિયાળ પોતાને ખૂબ ઉપેક્ષા અનુભવી રહી હશે. આજ તો આપ તેના તરફ નજર જ નહોતા નાખતા !’ ગાંધીજીએ તરત ટોણો માયેા કે “તમે જ મારી સમયપાલિકા છો તો મારે ઘડિયાળમાં જોવાની ક્યાં જરૂર છે ? મનુ બોલી : `પણ આપે તો આપની સમયપાલિકાઓની સામે પણ ક્યાં જોયું ?’ અને એ વાત સાંભળીની સાથે ગાંધીજી ફરી હસવા લાગ્યા. હવે તેઓ પ્રાર્થનાસભા સ્થાન પાસેના ઘાસ પર ચાલી રહ્યા હતા. દરરોજ યોજાતી આ સાંય પ્રાર્થનાસભા માટે અંદાજીત પાંચસો લોકો આવેલા હતા. ગાંધીજી કહેતા હતા : `મને દસ મિનીટ મોડું થયું. મોડું થાય એ મને ગમતું નથી. મારે અહી બરાબર પાંચ વાગે આવી જવું જાઈતું હતું.’ પ્રાર્થનાસભા સ્થળ પર પહેાંચતાં પહેલાં આવતાં પાંચ પગથીયા એમણે વટાવ્યા પ્રાર્થનાસભા આવેલા મોટાભાગનાં લોકો પોતાની જગ્યા પર લોકો ઊઠીને ઊભા થયા. પ્રાર્થના માટે આવેલા જે નજીક હતા તેઓ ગાંધીજીને પગે પડવા લાગ્યા.
આભા અને મનુને ખભેથી હાથ ઉપાડી લઈને સહુને વંદન કર્યા બરાબર એ જ વખતે ભીડમાંથી રસ્તો કરીને એક વ્યક્તિ આગળ ધસી આવ્યો એ પણ ગાંધીજીને પગે પડવા આવ્યો હશે એવું સહુ ને લાગ્યું. પરંતુ પ્રાર્થનાસભામાં જવા મોડું થતું હોવાથી મનુએ એને તે વ્યક્તિને રોક્યો, તેણે એનો હાથ પકડી લીધો. તે વ્યક્તિએ આભાને એણે એવો ધકકો દીધો કે તે . બે એક ફૂટને પડી ગઈ ત્યારબાદ એણે ઉપરાઉપરી ત્રણ ગોળી ચલાવી દીધી. પહેલી ગોળી લાગતાં જ ગાંધીજી જ પગ પગલા ભરવા ઊંચો થયો હતો તે નીચે પડી ગયો, તેમ છતાં ગાંધીજી હજુ ઊભેલા જ હતા. બીજી ગોળી લાગી ને ગાંધીજીએ પહેરેલા સફેદ વસ્ત્રો પર લોહીના લાલ ડાઘ દેખાતા થયા. ગાંધીજીનો ચહેરો સફેદ પડી ગયો. એમના અભિવાદન જીલવા જાડેલા હાથ છૂટા થઈ ગયા, ગાંધીજી ક્ષણિક વાર આભાની ડોક ઉપર અટકી રહ્યા એમના મુખમાંથી શબ્દ નીકળ્યા, `હે રામ. ત્યાજ ત્રીજી ગોળીનો અવાજ સંભળાયો. ગાંધીજીનું શરીર લોચો થઈને ધરતી પર પડયું. ચશ્માં નીકળીને નીચે પડયાં. ચંપલ પગમાંથી નીકળી ગયાં. આભા અને મનુએ ગાંધીનું માથું પોતાના હાથ પર ટેકયું. એમણે પોતાના નાજુક હાથે ગાંધીને ધીરેથી જમીન ઉપરથી ઉપાડી લીધા અને બિરલા ભવનના તેમના ખંડમાં લઈ ગયાં. આંખો અડધી ખુલ્લી હતી. દેહમાં જીવ હોય એવું લાગતું હતું.
મહાત્મા ગાંધી પાસેથી ઊઠીને ગયેલા સરદાર પટેલ તરત જ પાછા આવી ગયા. એમણે નાડ તપાસી જે ખૂબ મંદ ગતિએ ચાલી રહી હોય એવું લખી રહ્યું હતું. કોઈએ ઉતાવળે ઉતાવળે – દવાપેટીમાં શોધી જાઈ, પણ દવા હાથ લાગી નહિ. ત્યાં હાજર રહેલાઓમાંથી કોઈ વ્યક્તિ ડો. દ્વારકાપ્રસાદ ભાર્ગવને બોલાવી લાવ્યું. ગોળી વાગ્યાનાં પછી દસ જ ￵મિનટમાં એ આવી પહોચ્યા.. ડો. ભાર્ગવે કહ્યું , `દુનિયા કોઈ પણ વસ્તુ એમને બચાવી શકે એવું રહ્યું ન હતું. એમને આ દુનિયા છોડી ગયે દશ મિનટ થઈ ગઈ હતી.’ પહેલી ગોળી શરીરનાં બંને અડિધયાંને જાડતી રેખાથી સાડા ત્રણ ઇંચ જમણી બાજુને નાભી અઢી ઇંચ ઊંચે પેટમાં પેસીને પીઠ ફોડીને બહાર નીકળી ગઈ હતી. બીજી ગોળી એ જ રેખાથી એક ઇંચ જમણી બાજુએ પાંસળીઓની વચ્ચે થઈને શરીરમાં પેસી ગઈ હતી અને પહેલી ગોળીની માફક પીઠ વીંધીને બહાર નીકળી ગઈ હતી. ત્રીજી ગોળી જમણી દીંટીથી એક ઇંચ ઉપર મધ્યરેખાથી ચાર ઇંચ જમણી બાજુએ લાગીને ફેફસાંમાં જ ભરાઈ રહી હતી. ડો. ભાર્ગવનું કહેવું એવું હતું કે એક ગોળી હૃદયમાં થઈને નીકળી ગઈ હોવી જાઈએ ને બીજી ગોળીથી એકાદ મોટી નસ કપાઈ ગઈ હોવી જાઈએ.
આંતરડામાં પણ ઘા થયો હોય એવું એમનું માનવું હતું, કારણ કે બીજે દિવસે એમણે પેટ ફૂ લેલું જાયું હતું. ગાંધીજી પાસે સદાય ખડેપગે રહેનારાં જુવાન ભાઈબહેનો શબની પાસે બેસીને હીબકાં ભરી રહ્યા હતા ડો.જીવરાજ મહેતાએ પણ તપાસી મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું ત્યાં હાજર રહેલાં તમામ ધ્રુજી ઊઠયાં. જવાહરલાલ નહેરુ કચેરીએથી દોડતા આવ્યા અને ગાંધીજીની પાસે ઘૂંટણભર બેસી ગયા ને લોહીથી ખરડાયેલાં ગાંધીજીનાં કપડાંમાં માથું ઘાલીને રોવા લાગ્યા. તે પછી ગાંધીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધી અને મૌલાના અબુલ કલામ આઝાદ આવ્યા. ત્યારબાદ અનેક નામી મહાનુભાવો આવવા લાગ્યા.
દેવદાસે પિતાના શરીરને સ્પર્શ કર્યો, ધીરે હાથે પડખું દબાવ્યું. શરીરમાં હજુ ઉષ્મા હતી. માથું હજીય આભાના ખોળામાં હતું. ગાંધીજીના મેાં ઉપર શાંતની આછી રેખાઓ ફરફરી રહી હતી. જાણે ગાંધીજી સૂતા જ હોય એમ લાગતા હતા. પાછળથી દેવદાસે લખ્યું હતું તેમ બધાંએ આખી રાત જાગરણ કર્યું હતું એમનો ચહેરો એટલો સોમ્ય લાગતો હતો, એમના દેહ ઉપર એવી આભા છવાઈ ગઈ હતી પરદેશી એલચી ખાતાના સભ્યો શોક પ્રદર્શિત કરવા આવ્યા. કેટલાક તો આ કરુણ ઘટનાથી રોઈ પણ પડયા. બહાર ભારે ભીડ થવા લાગી હતી . લોકો મહાત્માનાં અંતિમ દર્શનની માગણી કરવા લાગ્યા. બિરલા ભવનના ઉપલા માળે શબને ટેકવીને રાખવામાં આવ્યું તેમના ઉપર પ્રકાશ પડતો રાખવામાં આવ્યો હજારો લોકો રોતાંરોતાં પણ શાંતિથી શબની પાસેથી પસાર થવા લાગ્યા.
લોકોએ એવું સૂચન કર્યું કે દેહને મસાલા ભરીને થોડા દિવસ રાખવામાં આવે જેથી નવી દિલ્હીમાં ન હોય એવા એમના મિત્રો, સાથો એમના અતિમ સંસ્કાર થાય એ પહેલા દર્શને માટે આવી શકે પરંતુ દેવદાસે, ગાંધીજીના રહસ્યમંત્રી પ્યારેલાલેને બીજ કેટલાક લોકોએ એ વાતનો વિરોધ કયેા. એ વાત હિંદુધર્મભાવનાથી વિરુદ્ધ હતી ને એવું કરવા જાય તો “ બાપુ અમને કદી પણ માફ નહિ કરે” એવું એમનું માનવું હતું. ગાંધીજી પંચમહાભૂતનાં બનેલા એ દેહને સાચવી રાખવાની વાતને લોકોએ અનુમોદન આપે એમ હતું જ નહિ. અગ્નિદાહ દેવાનું નક્કી થયું. સવાર થતા જ ગાંધીજીના અંતેવાસીઓએ
મૃતદેહને નવરાવ્યો , ગળામાં હાથે કાંતેલા સૂતરની આંટી માળાપહેરાવી. માથું, બંને હાથ અને છાતીના ભાગ સિવાયના આખા ભાગ ઉપર ઓઢાડેલી ઊનની ચાદરને ગુલાબનાં ફૂલ ને ફૂલની પાંખડીઓથી ઢાંકી દેવામાં આવી. દેવદાસે કહ્યું `બાપુની છાતી ઉઘાડી જ રાખવામાં આવે. બાપુની છાતી જેવી છાતી તો કોઈ સિપાહી પણ નહિ હોય.’ શબની બાજુમાં ધૂપ બળી રહ્યું હતું.
સવારે ૧૧ વાગે ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસ નાગપુરથી આવી પહોચ્યા. અગ્નિ સંસ્કારની તૈયારી એમને ખાતર જ અટકી રહી હતી. શબને નીચે ઉતારવામાં આવ્યું. અને બહારના ઓટલા પર લાવવામાં આવ્યું. ગાંધીજીનાં માથા ઉપર સૂતરની આંટી વિટળાયેલી હતી. ચહેરો શાંત છતાં વિષાદપૂર્ણ લાગતો હતો. નનામી ઉપર સ્વતંત્ર ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ઓઢાડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here