અંક ૨૯: છેલ્લો ઉપવાસ
ભારત દેશ ગુલામીમાંથી મુક્તિ મળે હજુ માંડ થોડો સમય થયો હતો દેશના થયેલા બે ભાગ હજુ દેશવાસીઓ ભૂલી શક્ય ન હતા, તેવામાં તારીખ કાશ્મીરનાં રાજા હરિસિંહ એ તારીખ ૨૯ મી ઓકટોબરના રોજ કાશ્મીરને ભારતમાં વિલીનીકરણની જાહેરાત કરી. ભારત દ્વારા પાકિસ્તાનમાંથી સૈનિકોની મદદ થી કાશ્મીરનો હિસ્સો પડાવી પાડવાના મનસૂબાને પંડીત જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ દ્વારા સૈનિકો મોકલવાની વાતને ગાંધીજીએ પોતના રેડિયોના ભાષાણમાં આવકાર્યું હતું. રાજ્ય દેશમાં અજંપા ભરી સ્થિતિ હોય એમ લાગતું હતું. દિલ્હીમાં અને દેશનાં ઘણા સ્થળે ધાર્મિક હુલ્લડો અને તોફાનીની ખબર મહાત્મા ગાંધી મળી તેથી તે વ્યથિત હતા તારીખ ૧૩મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેમણે જીવનનાં છેલ્લા ઉપવાસ ચાલુ કર્યા. આ ઉપવાસનું પણ એક મહત્વ છે બાપુએ કરેલ છેલ્લા ઉપવાસ કોઈ અંગ્રેજો સામે કે અન્ય કોઈ દમનકારી તાકતો સામે ન હતા. પરંતુ પોતના જ દેશવાસીઓ કરેલા ધર્મના નામે થયેલ તોફાનોને શાંત કરવા માટે હતા. ગાંધીજી એ આ ઉપવાસ દિલ્હીમાં કર્યા હતા જેથી દિલ્હીમાં સ્થિતિ થાડે પડતી જણાઈ હતી.
ગાંધીજીનું માનવું હતું કે ડૉ. ઝાકીર હુસૈન જેવા વ્યક્તિ દિલ્હીમાં છૂટથી હારી ફરી સહકે નહીં એ યોગ્ય ન કહેવાય. હુલ્લડથી ગાંધીજી ખૂબ નિરાશ થાય હતા. મહાત્મા ગાંધીજી એ પોતના કોઈ પણ કાર્યક્રમ પહેલા પંડિત જવાહરલાલ અને સરદાર પટેલની સાથે ચર્ચા ચોક્કસ કરતાં પરતું આ વખતે શરૂ કરેલ ”આમરણ ઉપવાસ”ની ચર્ચા તેમણે કરી નહીં. ગાંધીજી એ કહયું હતું કે માનવી પ્રયત્નરૂપી તમામ સાધનો ખૂટી ગયા છે ત્યારે મે ઈશ્વરની ચરણમાં માથું મૂક્યું છે. ઉપવાસના પ્રથમ દિવસે ગાંધીજી કહ્યું હતું કે દિલ્હીમાં સાચા અર્થમાં શાંતિ સ્થપાસે ત્યારે જ હું ઉપવાસ છોડીશ. ઉપવાસ દરમિયાન ડોકટરો દ્વારા કરવામાં આવતી તપાસની પ્રત્યે ગાંધીજી અણગમો દર્શાવતા કહ્યું હતું કે “મે મારી જાતને ભગવાન ભરોશે સોંપી દીધી છે” બાપુ પાણી પીવામાં ઊબકા આવતા હોવાથી અંતેવાસીઓએ પાણી સાથે લીબુ અને મધ ભેળવીને આપવાનું વાત કરી પણ તેમ પણ તેમણે અસહમતી દર્શાવી વજન ઘટવા લાગ્યું હતું.
ઉપવાસના ત્રીજા દિવસે ગાંધીજીની રાત્રે બે વાગ્યા આસપાસ ઊંઘ ઊડી ગઈ. બાપુએ ગરમ પાણીથી સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી બિરલા ભવનનાં બંધ ઓરડામાં ગાંધીજીને રાખવામાં આવ્યા હતા. ગાંધીજીનાં વક્તવ્ય સાંભળવા માટે તેમની સામે માઇક્રોફોન મૂકવામાં આવ્યું લાઉડ સ્પીકરથી બહાર બેઠેલા લોકો સુધી આવાજ પોહચે તેવી વ્યવસ્થા કરવામાં આવું હતી. ગાંધીજી એ કહ્યું કે “મૃત્યુનાં મો માંથી કોઈ ઉગારવાનું નથી તો પછી તેનાથી ડરવું શું કામ ? મૃત્યુ તો યાતનાઓમાંથી મુક્તિ આપાવનાર મિત્ર છે.” ચોથા દિવસે નેહરુજી ગાંધીજી મળવ્યા આવ્યા ત્યારે રોઈ પડ્યા. ગાંધીજીનું વજન ઘટ્યું અને નાડી અનિયમિત થઈ હતી. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનાં નિવાસ સ્થાને દરેક ધર્મનાં લોકોએ લેખિતમાં શાંતિ સ્થાપવા બાંહેધરી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
ગાંધીજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે દિલ્હી ભારતનું હાર્ડ છે આપ જો આખા દેશને એવી ખાતરી આપવી નહીં શકો કે શીખ, હિન્દુ, મુસ્લિમ બધા ભાઈ ભાઈ છે તો ભારત તથા પાકિસ્તાનનાં ભાવીમાં એક અભાગી ઘડી આવી પોહચશે. આ વાત કરતાં ગાંધીજી રડી પડ્યા હજાર તમામ લોકોમાં લાગણી છવાઈ ગઈ મૌલાના આઝાદ, હિન્દુ મહાસભા અને શીખ સંગઠનોનાં ખાતરી પછી બાપુએ પોતાના ઉપવાસ તોડવાની ખાતરી આપી. ,મૌલાના આઝાદે મોસબીનો રસ આપીને ગાંધીજીનાં ઉપવાસનો પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here