અંક 30 : અભિપ્રાયો
વિશ્વચિંતક, સમાજસુધાર એવા મહાત્મા ગાંધીજી દેશ અને પરદેશનાં મહાનુભાવોએ ગાંધીજીએ કરેલી સત્ય, અહિંસા અને સદભાવના અંગેની કામગીરીને ટાંકતા પોતાના વિચારો ,અભિપ્રાયો આપ્યા હતા. જેમાં લેખકો, રાજકારણીઓ, સામાજિક ચિંતકો, ધાર્મિક વડાઓ અને સંસ્થાઓ સામેલ છે. ભારત દેશને મહાત્મા ગાંધી મળ્યા એ માટે આપણે સૌ ખુબ જ ભાગ્યશાળી છીએ એમ ચોક્કસ પણ કહી શકાય.
ગાંધીજીમાં જબરી આકર્ષણ હતી. એમની પ્રકૃતિમાં અજબ વિચિત્રતા હતી શાંત છતાં એવા અભિભૂત કરી દેનારા કે ખબર પણ ન પડે. એમની સાથેનો માનસિક સંર્પક હંમેશાં આનંદ આપનારો નીવડતો. તેઓ એમનું હૃદય એવું ખોલી દેતા કે હૃદયના ચક્રો શી રીતે ચાલે છે તે સામા માણસને સ્પષ્ટ દેખાય. તેમને પોતાના વિચારોને પૂર્ણ પણે વ્યક્ત કરવાનો પ્રયત્ન નો’તો કરવોપડતો. તેમનું હૈયું હોઠે આવીને બેસતું ને તેમની વિચારધારા વાણીરૂપે પ્રગટ થતી રહેતી. એમની વાણી જ નહિ, એમના વિચારો પણ શ્રવણગમ્ય બની જતા. એમની નિર્ણય પર પહેાંચવાની ક્રિયા આંખ સામે તરવર્યા કરતી. આથી તેમને પ્રચારક તરીકે વાત કરવાનું રહેતું જ નહિ. તેઓ મિત્રની માફક વાતો કરતા. એમને વિચારની આપ-લેથી આનંદ થતો. તેનાથીય વધારે આનંદ થતો અંગત સંબંધો સ્થપાયા તેથી. – લુઈ ફિશર. પ્રસિદ્ધ લેખક
મહાત્મા ગાંધીનાં હત્યા બાદ-
“મેં ક્યારેય શ્રી ગાંધીને જોયો નથી હું તેમની ભાષા જાણતો નથી. મેં ક્યારેય ભારતમાં પગ મૂક્યો નથી છતાં મને એટલું જ દુઃખ લાગે છે કે જાણે મેં કોઈ નજીકની કોઈબે ગુમાવી દીધા હોય આવા
અસાધારણ માણસની મોતથી આખું વિશ્વ શોકમાં ડૂબી ગયું છે – લીઓન બ્લૂમ, પૂર્વ પ્રધાનમત્રી, ફ્રાન્સ
મારા ક્રાંતિદળનાં સાથી કૃપાલાની તે વખતે મુઝફ્ફરનગરની કોલેજમાં અધ્યાપક હતા. મેં તાર કરીને એમને પણ ગાંધીજીને મળવા બોલાવી લીધા. એમણે પણ ગાંધીજી સાથે ખૂબ ચર્ચા કરી, વાંકાચૂંકા અનેક પ્રશ્નો પૂછયા. ગાંધીજીએ એમને વ્યવસ્થિત જવાબો આપ્યા.કૃપાલાનીએ છેલ્લે કહ્યું હું ઈતિહાસનો આધ્યાપક છું અહિંસા દ્વારા રાષ્ટ્ર સ્વતંત્ર થવાનો એક પણ દાખલો મને મનુષ્યજાતિના ઈતિહાસમાં મળ્યો નથી.જાણે કોઈ સામાન્ય વાત બોલતા હોય એમ ગાંધીજીએ અત્યંત વિનમ્રતા અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો “ તમે ઈતિહાસ શીખવનાર છો, હું ઈતિહાસ ઘડનારો છું. અહીસક પ્રતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ મેળવી આપીશું પછી ઈતિહાસનાં અધ્યાપકો એના પર વ્યાખ્યાનો આપશે. – કાકા સાહેબ કાલેલકર.
ગાંધીજી સાથે મારો નિકટનો પરિચય છે તેને હું મારા જીવનનો એક લાહવો સમજુ છું. એમના કરતા વિશુદ્ધ, પવિત્ર, અને શુરવીર તેમજ ઉન્નત આત્મા આ પૃથ્વી પર કદી વિચાર્યો નથી.તેઓએ સાદું,તપોમય, જીવન ગાળે છે. માનવપ્રેમ, સત્ય અને ન્યાયનાં સિદ્ધાંતોને તેઓ નિષ્ઠાપૂર્વક અનુસરે છે. તેથી તેઓ પોતાના નિર્બળ માનવબંધુઓના ચક્ષુઓને જાણે જાદુઈ સ્પર્શ કરીને તેને નવી દ્રષ્ટી આપે છે. તેઓ પુરુષોનામહાપુરુષ, વીરોમાં મહાવીર અને દેશભકતોમાં મહાન દેશભક્ત છે. ભારત વર્ષની માનવતા તેમનામાં સર્વોચ્ચ શિખરે પોહીચી છે. – ગોપાલ કૃષ્ણ ગોખલે.
ગાંધીજીનો ધર્મ બુદ્ધીનો અને નીતિનો એટલે કે હૃદયનો હતો. પોતની બુદ્ધીને રુચે નહિ તેવી એક પણ માન્યતા તેમણે સ્વીકારી નથી. અને પોતના અંતરનાં અવાજને માન્ય ન હોય તેવો ધર્મને નામે થતો એક પણ આદેશ તેમણે પાળ્યો નથી – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધીએ સમગ્ર-માનવજાતનાં અંતરઆત્માને વાણી સ્વરૂપે પ્રગટ કર્યો છે-અમેરિકા સંયુક્ત રાજ્યોના રાજ્યમંત્રી જનરલ જ્યોજ મારશલ
ગાંધીજીએ બતાવી આપ્યું કે ,માત્ર પ્રચલિત રાજનૈતિક, ચાલબાજી, ધોખાબાજી, કે જુઠ્ઠાણાથી જ નહિ પરંતુ જીવનનાં નૈતિકતાપૂર્ણ શ્રેષ્ઠ આચરણોનાં પ્રબળ ઉદાહરણ દ્વારા પણ માનવીઓનાં એક બળવાન અનુયાયી દળ રચી શકાય છે.- આલ્બર્ટ આઇન્સ્ટાઇન
ગાંધીજીનું મૃત્યુ એ ઈશુનાં વધ સમાન છે – પર્લ.એસ.બકે , લેખિકા
સંસ્કૃતિએ ટકી જ રહેવું હોય તો સૌ પ્રજાઓએ ગાંધીજીનાં જીવનનો સિદ્ધાંત આપનાવવો જ રહ્યો. તકરારનાં મુદાઓનો તોડ સામુદાયિક હિંસા બળનો પ્રયોગ મૂળે જ ખરાબ છે પણ તે સાથે એમાં આત્મ વિનાશનાં જ બીજ રહેલા છે – જનરલ ડગલાસ મેક આર્થર, જાપાન સર સેનાપતિ
મને કોઈ યુગની ખાસ કરીને ઈતિહાસનીએવી કોઈ વ્યક્તિ પરિચય નથી જેણે ભૈતિક વસ્તુઓ ઉપર આટલી શ્રદ્ધાથી આટલું અતુલ આત્મબળ પ્રાત્પ કરી બતાવ્યું હોય- સર સ્ટેફર્ડ ક્રીપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here