અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય
મહાત્મા ગાંધીજીએ પોતના જીવન દરમિયાન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જેવા અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા અને તે સાથે સત્ય અને અહિંસાના માર્ગ સાથે દેશવાસીઓને માર્ગદર્શિત કર્યા. આ સાથે બાપુએ સમૃદ્ધ અને સારા જીવન માટે આરોગ્યને પણ મહત્વ આપતા જીવનશૈલી કેવી હોવી જોઈએ તે વિષે ખ્યાલ આપ્યો. વર્ષ ૧૯૪૮માં સપ્ટેમ્બર માં “આરોગ્ય ની ચાવી” નામની પુસ્તક લખ્યું પ્રસિદ્ધ કર્યું જે તેમણે વર્ષ ૧૯૪૨ થી ૪૪ દરમિયાનની થયેલી જેલ દરમિયાન રોજ થોડું થોડું લખ્યું હતું. આ પુસ્તક તેમણે ગુજરાતીમાં લખું અને બાદમાં તેનો હિન્દી અને અગ્રેજીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા. ગાંધીજી શરીરને “ઈશ્વરનું સાધન” ગણાવ્યું છે ગાંધીજીના માટે શરીર માત્ર તન, મન અને ઇન્દ્રિયો જ નથી તે કુદરતનું સર્વોત્તમ સાધન છે.
ગાંધીજીએ આરોગ્ય મુદ્દે તેમણે શરીર, હવા, પાણી, ખોરાક વગેરે અંગે વિસ્તૃતમાં જણાવ્યું છે. પંચભૂતનું બનેલું આ શરીરનો વ્યવહાર દસ ઇન્દ્રિયો અને મન પર આધાર રાખે છે. પાંચ જ્ઞાનેદ્રી, પાંચ કર્મેદ્રી અને અગિયારમી ઇંદ્રિ તરીકે મનને ઓળખવામાં આવે છે. બાપુના માટે શરીરએ જગતનો એક નાનકડો ભાગ છે જે તેમાં નથી તે જગતમાં નથી અને જે જગતમાં છે તે શરીરમાં છે તેથી જ કહેવાયું છે કે “યથા પિંડે તથા બ્રહ્માંડે” એટલે કે જો આપણે શરીરને ઓળખી લઈએ તો જગતની ઓળખીએ છીએ એમ કહેવાય. જેમ જગતની સપૂર્ણ જાણકારી વિજ્ઞાનીયો નથી મેળવી શકાય તેમ શરીરની સપૂર્ણ જાણકારી દાક્તરો, વૈદ, હકીમો મેળવી શકાય નથી શરીર અંદર અદભૂત ક્રિયાઓ ચાલે છે જે આપણા ઇન્દ્રિયોની યોગ્ય કામગીરીને આભારી છે.
જો એક પણ ઇંદ્રિનું કામગીરીમાં મુશ્કેલી આવે તો સમગ્ર શરીરની કામગીરી ખોરવાઇ જાય છે. શરીરને આપણે સદુપયોગ કરીએ અને તેની માવજત કરીએ તો આત્મા જે પરમાત્માનો અંશ છે તેના માટે મંદિર બની રહે. શરીરની સાથે સાથે બાપુએ હવા અને પાણીની પણ આરોગ્ય માટે કેટલી મહત્વતા છે તે રજૂ કરતાં કયું કે શરીર માટે સૌથી મહત્વનું છે તે છે “હવા” , માટે જ કુદરતે સમગ્ર પૃથ્વી પર વસતા જીવ માટે હવા વ્યાપક બનાવી છે હવા એ પ્રાણવાયુ છે અને શ્વાસ લીધા બાદ બહાર આપણે જેરી વાયુ ઉચ્છવાસ વાતે બહાર કાઢીએ છીએ માટે આપના ઘરની રચના હવાઉજસ વાળી હોવી જોઈએ. હાલતા, ચાલતા, સૂતા અને અન્ય ક્રિયાઓ કરતી વખતે મોઢું બંધ રાખવું.
પાંચભૂતનું બનેલું શરીર ને જો તેના જ સાધનોનો ઉપયોગ કરીને તેની જો સારવાર કરવામાં આવે તો તેથી શ્રેષ્ઠ પરિણામ બીજું, કંઈ પણ ન હોઈ શકે. નિસર્ગોપચારમાં ગાંધીજી ઘણો વિશ્વાસ ધરાવતા હહતાં. તેમજ ખોરાક પર પણ ઘણાં પ્રયોગો કરતાં હતાં. તેમજ તેમનું ચાલવાનું પણ પુષ્કળ હતું, તેથી તેમને રોગ ને કારણે કોઈ દિવસ પથારીવશ થવું પડતું નહીં. ગાંધીજીએ તેમના અભિયાન દરમિયાન ૧૯૧૩ થી ૧૯૪૮ સુધીમાં આશરે ૪૦ વર્ષથી દરરોજ ૧૮ કિ.મી.ની ચાલ્યા હતા જે લગભગ 79,000 કિ.મી.ની આસપાસ થાય અને પૃથ્વીની આસપાસ બે વાર ફરવા જેટલું થાય છે. ગાંધીજીને ક્યારેય તાવ કે માથું દુ:ખતું ત્યારે માટીનો પ્રયોગ કરતાં. તાવમાં માટીનો ઉપયોગ પેડુ અને માથા ઉપર કરવાથી હંમેશા દર્દીને શાંતિ મળે છે. ગાંધીજીએ સૂચન કર્યું કે, એકેય કેસમાં દવાનો ઉપયોગ કરવાનો નથી.
તેમના માર્ગદર્શનથી મુજબ લાલ માટી કે જે ચીકણી સુવાળી રેશમ જેવી માટી મંગાવી તેને ચાળી, અંગાર ઉપર સૂકવી તેમાં થોડું સરસિયાંનું તેલ ભેળવી તે માટીનો ઉપયોગ સેવાગ્રામના દર્દીઓ ઉપર કરવામાં આવ્યો સાથે બીજા પણ નૈસર્ગિક ઉપચારો કર્યા એકેય દર્દીને ટાઈફ્રોઇડ રહ્યો નહીં. ગાંધીજી માનતા કે માટીનું કામ શરીરનાં મળને બહાર લાવવાનું છે અને તે ચોક્કસ કામ કરે જ છે.ગાંધીજી શાકાહારની તરફેણ કરતા તે એક સમયે માંસાહાર બાબતે એટલા ચુસ્ત હતાં કે એક ટાઇમે તેમણે ગાય-ભેંસ કે કોઈ પણ પ્રાણીનું દૂધ પણ લેવાનું બંધ કરેલ હતું. કારણ કે તેઓ માનતા કે દૂધ પણ આંશિક રૂપે માંસ જ કહેવાય છે. તેમણે દૂધ, ઘી વિના છ વર્ષ ગાળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here