મૃતદેહ કોહવાય ગયો હોય પાંચ દિવસ પહેલા મોત નું પ્રાથમિક અનુમાન, વનવિભાગની ટીમે કબજો લઈ સિંહના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો, પીએમ રિપોર્ટ બાદ મોત નું સાચું કારણ અને દિવસ જાણવા મળશે.

કેતન સોની
મહુવાના બંદર વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા વન વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ઘટના સિંહ નો મૃતદેહ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ મૃતક સિંહ 2 વર્ષ આજુબાજુ નો હોવાનો અનુમાન કરવામાં આવી રહ્યું છે અને જે સ્થિતિમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે તે જોતા સિંહનું મૃત્યુ પાંચ દિવસ પહેલા થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે જ્યારે હાલ સિંહના મૃતદેહ ને પીએમ જેસર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી સિંહ ના મોત નું કારણ અને ક્યારે થયું છે મોત તે અંગે ની તપાસ હાથ ધરી છે.