ગુજરાતમાં ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વિશે કોઈ કહે તો સૌથી ટોપ પર નામ આવે સાપુતારાનું. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન છે.

ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ વચ્ચે 30 જુલાઈથી 30 ઑગષ્ટ એટલે કે એક મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું. જેને મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું છે. મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બે વર્ષ કોરોનાને કારણે મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી શક્ય બની ન હતી. સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2022માં  મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો સમાવેશ થાય છે.

Make a travel plan for this place near Surat in August!

મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવે છે. સાથે જ ત્યાં રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

Make a travel plan for this place near Surat in August!

ગવર્નર હિલ \ ટેબલ વ્યૂ પોઈન્ટ (Governor Hill / Table View Point)
આ સ્થળ સાપુતારા હિલસ્ટેશનના સૌથી ખાસ સ્થળોમાંથી એક છે. ત્યાં તમે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, ઝિપ લાઇન, રોપ વે, બાઇક રાઇડિંગ વગેરેનો આનંદ માણી શકો છો.

Make a travel plan for this place near Surat in August!

સર્પગંગા સરોવર (Sarp Ganga Lake)
સર્પગંગા સરોવરમાં તમે બોટિંગનો અનુભવ લઈ શકો છો અને ત્યાંનાં લોકોના કહેવા મુજબ સૂરજનો તડકો લેવા માટે સાપ આ સરોવરના કિનારે અવાર-નવાર આવતા રહે છે.

Make a travel plan for this place near Surat in August!

ગીરીમાળ ધોધ (Girimal Waterfall)
આ ધોધ 100 ફૂટ સુધીની ઉંચાઈ સુધી વિસ્તરેલો છે, જે તેને ગુજરાતનો સૌથી ઊંચો ધોધ બનાવે છે.  ડાંગના સુબિર તાલુકા અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે આવેલા શિંગાણા ગામથી 12 કિમી દૂર ગીરમાળ ગામમાંથી પસાર થતી ગીરા નદી પર આ ધોધ આવ્યો છે. ગીરીમાળ ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. જેની ઉંચાઈ 150 ફુટ છે.