મોરૈયા માંથી અંદાજે ૧૨ ટન જેની કિંમત કરોડો રૂપિયાનું નકલી માન્યતા વગરનું બીડી કપાસ બીજનો જથ્થો ઝડપાયો હતો જે મામલે ભાવનગરના નેતા અને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કેટલાક સવાલો ઉભા કર્યા

મિલન કુવાડિયા
અમદાવાદ નજીકથી ખેતીવાડી ખાતાએ પકડેલ ગેરકાયદેસર બીટી કપાસના બીજના જથ્થાની વિગતો પ્રસિદ્ધ કરવા ભાવનગરના નેતા અને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે માંગ કરી છે મનહર પટેલની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્યના ખેતીવાડી ખાતાએ વડાલી ખાતેથી ૩.૬૦ કરોડ રુપિયાનુ અને અમદાવાદનાં મોરૈયા ખાતેથી આશારે ૧૨૦૦૦ કીગ્રા નકલી માન્યતા વગરનુ બીટી કપાસ બીજનો જથ્થો છાપા મારીને જપ્ત કરીને તેના નમૂના લીધા હતા ત્યાર પછી રાજ્ય સરકારે આગળની કાર્યવાહી શું કરી ? આ ગેરકાયદેસરનો જથ્થો કઈ કંપનીનો હતો ? તેના માલીકો કોણ હતા ? કઈ બ્રાન્ડનો હતો ? હાલ જથ્થો ખેતીવાડી ખાતાનાં કબ્જામાં છે કે માલીકોનાં કબ્જામાં ? હાલ સુધીમા સરકારી રાહે તેના વિરુદ્ધ છેલ્લે થયેલી કાર્યવાહીની વિગતો વગેરે બાબતો ખેડુતોનાં વિશાળ હિતમાં જાહેર પ્રસિદ્ધી કરીને રાજ્યનાં ખેડુતોનાં સામે મુકવામાં આવે.

જોકે રાજ્ય સરકારે આવી કોઇ માહીતી સમસ્ત ખેડુતોના હિતમા આ એક સારુ પગલુ ભર્યુ છે છતા હજુ સુધી કેમ તેને પ્રસિધ્ધ કરેલ નથી ? એ એક સવાલ છે બીજી બાજુ ખરીફ સિઝન શરુ થાય અને ખેડુતોને બીટી કપાસ બીજ ખરીદવામા તે ખૂબ મોટા પ્રમાણમાં છેતરાઇ રહ્યા છે ત્યારે તે અંગે રાજ્ય સરકારે બીટી કપાસની નકલી અને માન્યતા વગરની જે જાતો વેચાઈ રહી છે તે અંગે જાહેર ખેડુતો જોગ નમ્ર નિવેદન અખબાર પ્રસિદ્ધીથી કે જાગૃતિ અભિયાન કરી રાજ્યમાં વેચાતા નબળા અને નકલી બીટી કપાસ બીજ અંગે જાગૃત કરવાની ખુબ જરુર છે જેથી રાજ્યના ખેડુતોને આવા નકલી બીટી કપાસ બીજને કારણે થતી આર્થિક નુકશાની ન જાય . અમારી ખેડુતોના હિતમા માંગણી છે કે આજે પણ ગેરકાયદેસર રીતે ગુજરાતમા ખુબ મોટા પ્રેમાણમા બીટી કપાસ બીજનો વેપાર થઈ રહ્યો છે તેના ઉપર ખુબ સખતાઈથી કામ લેવામા આવે અને આવા વેપારીઓ ઉપર સખત કાર્યવાહી કરવામા આવે તેવી માંગ મનહર પટેલે કરી છે