વૃક્ષો તો ધરતીનું આભૂષણ છે જેટલા વધારે વાવશો એટલી ધરતી નિખરશે ; મિલન કુવાડિયા
મિલન કુવાડિયાએ પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ કરી લોકોને સામાજિક સંદેશો આપ્યો, વૃક્ષારોપણ કરવું એ સમાજ સેવાનું શ્રેષ્ઠ કાર્ય, વૃક્ષો પર્યાવરણની સ્વસ્થતાને સાચવે છે, વૃક્ષો તો ધરતીનું આભૂષણ છે : આજના દિવસે દરેક શુભેચ્છકોનો હદયપૂર્વક આભાર : મિલન કુવાડિયા. શંખનાદ સંસ્થાના વડા, જિલ્લા પત્રકાર એકતા સંઘના જિલ્લા પ્રમુખ, લોકનેતા તરીકે હજારો લોકોના સ્થાન મેળવનારા બાહોશ વ્યક્તિત્વ ધરાવતા મિલન કુવાડિયાએ આજે તેમના જન્મ દિવસે સિહોરના ઘાંઘળી રોડ પર આવેલ પોતાના શંખનાદ ફાર્મ ખાતે વૃક્ષારોપણ કરી ને લોકોને સામાજિક સંદેશો આપ્યો છે મિલન કુવાડિયાએ જણાવેલ કે વૃક્ષારોપણ એ સમાજ સેવાનું શ્રેષ્ઠ કાર્ય છે.
જો આવનારા દિવસોમાં ગરમીને નિયંત્રણમાં રાખવી હશે તો આ પ્રકારે વધુ ને વધુ વૃક્ષારોપણ કરવુ જરૂરી બનશે તેના પર ભાર મૂકયો હતો પક્ષીઓની ઘટતી જતી સંખ્યા બાબતે તેમણે કહ્યુ કે જો વૃક્ષોની સંખ્યા વધશે તો પક્ષીઓનો કલરવ પણ વધુ માત્રામાં સાંભળવા મળશે. વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યુ કે વૃક્ષો પર્યાવરણની સ્વસ્થતાને સાચવે છે. આપણે ઔદ્યોગિક ઉત્પાદન ઘણી બધી માત્રામાં વધાર્યુ છે પરંતુ તેટલી માત્રામાં વૃક્ષોનું વાવેતર કર્યુ નથી વૃક્ષારોપણ કરવા વૈશ્વિક તાપમાન ઘટે છે અને કાર્બનનું પ્રમાણ પણ ઓછુ થાય છે. આ પ્રકારના વૃક્ષોથી પ્રાણવાયુ વધે છે અને લોકોની તંદુરસ્તી પણ વધે છે વૃક્ષો તો ધરતીનો આભૂષણ છે પરંતુ આજે વધુ પડતા ઔદ્યોગિકરણને કારણે આભૂષણ છીનવાતુ જાય છે. આ દેશ તો ઋષિ અને કૃષિનો દેશ છે અને આ દેશમાં થતી વનસ્પતિ અનેક રીતે ઉપયોગમાં આવે છે મિલન કુવાડિયાએ પોતાના જન્મ દિવસે વધુમાં લાગણીસભર કહ્યું હતું કે તમામ વડીલો, સ્નેહીજનો, મિત્રોનો આભારી છું આજના દિવસે અઢળક લોકોની ઢગલાબંધ શુભેચ્છાઓ મળી છે તેના સૌ માટે ઋણાનુભાવ વ્યક્ત કરું છું સૌના આશીર્વાદ થી ઈશ્વર એટલી શક્તિ આપે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લોકસેવા કરતો રહું અને કરતો રહીશ.