તા.૨/૪/૨૨ થી તા.૧૬/૪/૨૨ સુધી શિવકથા,રામકથા અને દેવી ભાગવતનું આયોજન – વ્યાસપીઠ ઉપરથી હિતેશભાઈ ભટ્ટ (દાદા) કથાનું રસપાન કરાવશે

મિલન કુવાડિયા
તળાજાના નેસવડ ગામે આવેલ આવડ ધામ ખાતે નાંદવા રામશંકરભાઈ અંબાશકર પરિવાર દ્વારા ત્રિવેણી કથા મહા મહોત્સવનું આયોજન તા.૨/૪/૨૦૨૨ ને શનિવાર થી ૧૬/૪/૨૦૨૨ શનિવાર ના રોજ ત્રિવેણી કથા મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મહોત્સવમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી શિવકથા બપોરના સમયે ૨:૦૦ થી ૫:૦૦ સમયે રામકથા તેમજ સાંજના ૬:૩૦ કલાકે ૯:૩૦ કલાકે દેવી ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી પૂ.હિતેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટ દાદા શ્રાવકો ને કથા રસપાન કરાવશે. ત્રિવેણી કથા મહા મહોત્સવમાં પોથીયાત્રા ૨/૪/૨૨ ને સવારે ૭ કલાકે નીકળશે. ભાવિક ભક્તોને ત્રિવેણી કથા મહોત્સવનું રસપાન કરવા જોષી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.