મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક ગઈકાલે મળી હતી. જેમાં અગાઉની બેઠકમાં કોલેજોમાં 15% ફી વધારાના વિરોધમાં એન એસ યુ આઈ અને યુવા કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી કાર્યાલય ખાતે ઇસી ની બેઠક હતી ત્યારે વિરોધદર્શી દેખાવો કરવામાં આવ્યા અને આ દેખાવો ઉગ્ર થતાં એક તબક્કે પોલીસ બોલાવી પડી હતી. દરમિયાનમાં ગઇકાલે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ની બેઠકમાં વિદ્યાર્થી લક્ષી નિર્ણયમાં કોઈ વિદ્યાર્થીને આખું વર્ષ દરમિયાન ડીગ્રી ફોર્મ મળી રહે તે માટેની પ્રક્રિયા કરવાની ફોર્મ્યુલા વિચારવામાં આવી હતી. આમ તો કોર્ટ સભાની મંજૂરી બાદ જ વિદ્યાર્થીની ડિગ્રી સર્ટિફિકેટ અપાતા હોય છે. પરંતુ ક્યારેક અચાનક વિદ્યાર્થીને વિદેશ જવું પડે કે ક્યાંક ઇમર્જન્સીમાં ડિગ્રી સર્ટિફિકેટની જરૂર પડે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેમ વ્યવસ્થા છે તે રીતે ભાવનગરની યુનિવર્સિટીમાં પણ આખા વર્ષ દરમિયાન ડિગ્રી ફોર્મ ભરે અને ડિગ્રીના સર્ટિફિકેટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા કરવામાં આવી હતી.

NSUI agitation against fee hike in Bhavnagar University; The police had to be called

આ અંગે હજી આગળ વિચારણા હાથ ધરવામાં આવશે. એક તો એવી ચર્ચા થઈ હતી કે વિદ્યાર્થીને પરિણામ આવે ત્યારે જ ડિગ્રી સર્ટિફિકેટ માટે ફોર્મ ભરી દે અથવા કોઈ કમિટી સતત આ માટે કાર્યરત રહે. આ માટે હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી તેમ જાણવા મળ્યું છે.યુનિવર્સિટીમાં સાયન્સ સહિત કોલેજોમાં સોફ્ટ સ્કિલના કોર્સમાં વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય આ બાબતે જે વિદ્યાર્થીઓ થીયરીમાં પાસ થયા હોય અને એકમાત્ર સોફ્ટ સ્કીલમાં અન્યાય થયો હોય તો તેઓની પુનઃ પરીક્ષા લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ઉપરાંત પ્રક્રિયા પણ અન્યાય પૂર્ણ થઈ હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો હતો અને જણાવ્યું હતું કે જેઓને ટેન્ડર અપાયા છે તેઓએ તેની શરતોનો ભંગ કર્યો છે અને દર મહિનાની ત્રીજી તારીખ ને બદલે મહિનાની 17મીએ અને 23મી તારીખે પગાર થયો હોવાનુંકોર્ટ સભ્ય મહેબૂબ બલોચે જણાવ્યું હતું. જે શરતોનો ભંગ છે આથી પગલા લેવા જોઈએ. આજે મુલતવી રહેલી ઈસીની મીટીંગ હવે તા.8 ઓગસ્ટના રોજ મળશે