જો તમે ભૂખ્યા છો અને તમારી પાસે ખાવાનુ બનાવવાનો અને પ્રતીક્ષા કરવાનો સમય નથી તો તમારી અને બધા પાસે એક સારો વિકલ્પ ફાસ્ટ ફૂડ હોય છે. પરંતુ આ પ્રવાસીને ભોજન કરવા માટે ભારે દંડ આપવો પડ઼્યો. આ શખ્સે બ્રેકફાસ્ટમાં મેકડોનાલ્ડ્સમાંથી એક સિમ્પલ બર્ગર અને રેમ્પ લીધુ અને ફ્લાઈટમાં ચઢી ગયો. જેની કિંમત પ્રવાસીએ 2 લાખ રૂપિયા આપીને ચૂકવવી પડી. તમે વિમાનમાં પ્રતિબંધિત વસ્તુઓ અંગે સારી રીતે વાંચ્યુ હશે અને સાંભળ્યુ હશે. જો કે, ઘણી વખત લોકો એડવાઈઝરી પર ધ્યાન આપતા નથી. બાલીથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલા આ શખ્સની બેગની અંદર તેનુ મનપસંદ મેકડોનાલ્ડ્સ ખાવાનુ રાખ્યુ હતુ.

OMG! One burger had to give 2 lakh rupees! Know what happened to it?

એરપોર્ટ પર લેન્ડ થયા બાદ થયુ ચેકિંગ 

જેવુ વિમાન લેન્ડ થયુ. તેના સામાનને એક બાયો સિક્યોરીટી શ્વાન દ્વારા સુંઘવામાં આવ્યો અને તપાસવામાં આવ્યો. જેવો શ્વાને મેકડોનાલ્ડ્સના બે ઈંડા-બીફ સોસેજ મેક મફિન્સ અને એક હેમ ક્રોઈસેન મળ્યું અને શખ્સ મુશ્કેલીમાં પડી ગયો. જેને કારણે એરપોર્ટ ઓથોરિટીએ ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવ્યો અને આ ભૂલ માટે ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો. એરપોર્ટ ઓથોરિટી તરફથી ગુમરાહ કરવા અને ખોટી જાણકારી આપનારા શખ્સ પર 2664 ડોલર એટલેકે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

OMG! One burger had to give 2 lakh rupees! Know what happened to it?

મેકડોનાલ્ડ્સનુ સૌથી મોંઘુ ભોજન 

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઓસ્ટ્રેલિયાના કૃષિ મંત્રી મરે વૉટે બર્ગરને મેકડોનાલ્ડ્સનુ સૌથી મોંઘુ ભોજન ગણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે નિયમોનુ પાલન નહીં કરનારા લોકો પ્રત્યે તેમની કોઈ સહાનુભૂતિ નથી. તેમણે કહ્યું કે પ્રવાસીઓને નિયમો અંગે માહિતી હોવી જોઈએ.