પાલિતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે ભાષા સજજતા સેમિનાર નું આયોજન કરાયુ

વિશાલ સાગઠિયા
ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને પાલીતાણા તાલુકા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે ભાષા સજજતા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આંકોલાળી પ્રાથમિક શાળામાં યોજાયેલાં આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતોએ ભાષા સજ્જતા અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખૂબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું.

આ સેમિનારમાં પાલીતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયાં હતાં.આ સેમિનારની ઉદઘાટન બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા પંચાાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મૈયાણી સહિતના આગેવાનો જોડાયા હતા.