હોબાળો : પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી મેન્ડેટ અજાણી વ્યક્તિએ આંચકી લઇને ફાડી નાખ્યા, ભારે હોબાળો

મેન્ડેટ જમા કરાવ્યા વગર જ ઉમેદવારી પત્ર ભરવું પડ્યું, સમગ્ર ઘટનાને લઇને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી, મામલો પ્રદેશ સુધી પોહચ્યો

મિલન કુવાડિયા
ઓન ધ સ્પોટ..
રાત્રીના ૯/૦૫ વાગે

પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના મેન્ડેટ કોઈએ ફાટી નાખ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરવા માટે નગરપાલિકા કચેરી જઇ રહ્યા હતા તે સમયે કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા તેમના હાથમાંથી ઝુંટવી અને ફાડી નાખ્યા હતા.

મળતી માહિતી મુજબ પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના મેન્ડેટ ફાટી જતાં હોબાળો સર્જાયો હતો. આજે ઉમદેવારી ભરવાનો છેલ્લો દિવસ છે. 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસના ઉમદેવારોએ પોતની ઉમદેવારી નોંધાવી દીધી હતી. જોકે મેન્ડેટ જમા કરાવવાના બાકી હતા. બાકી રહેલા મેન્ડેટ લઇને કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી જમા કરવા નગરપાલિકા કચેરી જઇ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા ઇસમે ઝુંટવી અને મેન્ડેટ ફાડી નાખ્યા હતા.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક-બે મેન્ડેટને બાદ કરતા બાકીના મેન્ડેટ અજાણ્યી વ્યક્તિએ ફાડી નાખ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ પણ પહોંચી ગઈ છે. જોકે, આ મેન્ડેટ જેણે ફાડ્યા છે તેની સામે પોલીસ ફરિયાદ થશે કે નહીં તે જોવાનું રહ્યું છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો પ્રદેશ કોંગ્રેસ સુધી પોહચ્યો છે બનાવને લઈ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે