પાલીતાણા રૂરલ પોલીસ અને ખાખરીયા ગ્રામ પંચાયત ટીમ દ્વારા એક વૃદ્ધાને પોતાના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે જેમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામના વૃદ્ધા એક વર્ષ પહેલા ગુમ થયા હતા. તેઓના પરિવાર દ્વારા ભારે શોધખોળ હાથ કરી હતી પરંતુ ક્યાંય ભાળ મળી ન હતી ત્યારે એક વર્ષ બાદ વૃદ્ધાનું મિલન પરિવારને કરાવવામાં આવ્યું છે જેમાં પાલીતાણાના ખાખરીયા ગામના સરપંચ સંજયભાઈ હિગુંને ગામમાંથી જાણ મળી કે અજાણ્યા વૃદ્ધા ગામમાં હોય જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કર્યા બાદ મૂળ સોઢવ ગામના વતની કમુબેન તખાજી ઠાકોર જેવો એક વર્ષ પહેલાં ઘરેથી નીકળી ગયા હતા ત્યારે પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી અને તેના પરિવાર સાથે વૃદ્ધાનો મિલાપ કરાવવામાં આવ્યો હતો. વૃદ્ધાને બે દિવસ ખાખરીયા ખાતે સંજયભાઈ ના ઘરે રાખવામાં આવ્યા હતા. તેમને પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને રૂરલ પોલીસ અને ગામના સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો