રખડતા પશુઓથી પ્રજા પરેશાન ; સિહોરમાં અનેક રસ્તાઓ તથા ચોક પશુઓના કબજામાં.

અકસ્માત બને તે પહેલા તંત્ર જાગૃત બને તેવી માંગ

સિહોર શહેરમાં રખડતા પશુઓનું પ્રમાણ ખૂબ જ વધતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અમુક રસ્તાઓ ચોક જાણે પશુ એ બાનમાં લઈ લીધા હોય તેવું દ્રશ્ય દેખાઈ આવે છે. આ બાબતે તંત્ર હરકતમાં આવી પગલા ભરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

People are disturbed by stray animals! Cattle encroachment on many roads and squares of Sihore...

સિહોર શહેરમાં રખડતા પશુઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના અનેક રોડ રસ્તાઓ શેરીઓમાં રખડતા પશુઓને કારણે ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતા દેખાઈ આવે છે. અમુક જગ્યાઓ પર એકીસાથે પશુઓનો પોતાનો અડો જમાવતા સમગ્ર શહેર જાણે બાનમાં લઈ લીધેલો હોય તેવું દ્રશ્ય સાંજના અને વહેલી સવારના સર્જાય છે જેથી આ સમયે શહેરી લોકો ભય સાથે પસાર થતા હોય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર હરકતમાં આવી પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.