૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સિહોરમાં હર ઘર તિરંગા, આઝાદીના અમુત મહોત્સવે સમગ્ર શહેર અને તાલુકામાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી વ્યક્ત કરાશે દેશપ્રેમ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૌરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે.

People of Sehore are very enthusiastic about the celebration of Har Ghar Taranga Yatra

૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ-કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે. શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગૌરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્રા’માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે.

People of Sehore are very enthusiastic about the celebration of Har Ghar Taranga Yatra

ત્યારે સિહોરવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત ’માં’ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્ટ્રભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં ’હર ઘર તિરંગા’ અભિયાન યોજાઇ રહ્યું છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટેનો અનુરોધ કર્યો હતો.