પંચાવન જેટલી ગેરકાયદેસર ફાયલો સામે અમુક ચોક્કસ ફાયલો જ પાછલા બારણેથી પાસ કરવાના મામલે ભાજપના જ નગરસેવકો ઉકળી ઉઠ્યા

દીપાભાઈ કહે છે કે જે જગ્યાઓના કોર્ટમાં કેસો ચાલે છે એના માટે પાલિકાએ લાખ્ખો રૂપિયાના ખર્ચે વકીલો રોક્યા છે એ જગ્યાઓને પાછલા બારણેથી મંજૂરી આપવાના બાલિશ પ્રયત્નો થઈ રહ્યા છે

અગાઉ ભાજપના આઠ કે નવ સભ્યો સહિત વિપક્ષ અને અપક્ષે ટાઉન પ્લાનિંગ બાબતે રજૂઆતો કરી હતી, ટાઉન પ્લાનિંગ ફરી વિવાદના વમણમાં

અહીં બાબત ખૂબ ગંભીર છે, બીજી તરફ કેટલાક માથાભારે સત્તાધીશો કોર્ટની પણ અવગણના કરી રહ્યા છે, જે કાઈ બની રહ્યું છે તે શર્મનાક છે,

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગનો મામલો અતિ ચર્ચાસ્પદ બન્યો છે અને જો આમ જ વિવાદોમાં ચાલશે અને ઉકેલ નહિ આવે તો ત્યાં સુધી કે નગરપાલિકામાં ભૂકંપ સર્જાઈ તે સ્થિતિનું નિર્માણ થયું છે અને આ મામલે સત્તાધારી ભાજપ પક્ષના સભ્યો ઉકળી ઉઠ્યા છે આ મામલે દીપાભાઈ નું કહેવું છે ગત ટાઉન પ્લાનિંગ કમિટીમાં પંચાવન જેટલી ફાયલો ગેરકાયદેર હતી જેમને મંજૂરી આપવામાં આવી ન હતી જેમાં ડાયાભાઈ રાઠોડ ચેરમન હતા જેનો સ્પષ્ટ અને પારદર્શક વહીવટ કરવામાં માટે પંચાવન ફાઈલો ગેરકાયદેસરતા હતી જેને ડાયાભાઈએ મંજૂરી આપી ન હતી પરંતુ અમે આ શહેરને બિન ભષ્ટાચારી પારદર્શક વહીવટ આપવા માટે પ્રયત્નો કરી રહ્યા હોઇએ ત્યારે છેલ્લી તા, ૭, ૮, ૧૯ ની ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક સિહોર નગરપાલિકાના અધ્યક્ષ અને ચેરમેનના સ્થાને મળી હતી ત્યારે અમને એવું જાણવા મળ્યું હતું કે કેટલીક ફાયલો જેના કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે અને આ ફાયલો પાસ કરવાથી સિહોર નગરપાલિકા ને મોટામાં મોટું આર્થિક નુકશાન થાય છે એકટ મુજબ જે કોમ્પલેક્ષસો ના બાંધકામ થઈ ગયા છે જેના દીવાની કેસો સિહોર કોર્ટમાં ચાલે છે ગેરકાયદેર બાંધકામો સામે કોર્ટ કાર્યવાહી ચાલે છે અને દાવો છે તેનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી મોહનભાઈ પવાસીયા દિપક લકુમ વિરાણી એવી કેટલીક ફાયલો છે જેના સામે કાયદેસર કોર્ટ કાર્યવાહી શરૂ છે પરંતુ નગરપાલિકાના કેટલાક સ્વાર્થ સાધવા માટે ડાયાભાઈ જે ભષ્ટાચાર અટકાવ્યો હતો એ ભષ્ટાચારને ફરી કરવામાં માટે અધ્યક્ષ સ્થાને થી લેવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે મારી સ્પષ્ટ વાત છે કે નગરપાલિકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસર અને એન્જીનીયર કાયદાની વાતો જાણતા હોવા છતાં ત્યારે આવી ફાયલો પાસ કરાવવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે અમે સપષ્ટ કહીએ છીએ કે સિહોર નગરપાલિકાએ પચાસ પચાસ હજારના વકીલો આવી ફાયલો સામે રોક્યા છે અને કોર્ટની કાર્યવાહી ચાલે છે અને આટલી મોટી તગડી ફી નગરપાલિકા ચૂકવતી હોઈ અને એવી ફાયલો ને પાછલા બારણે થી કુંડળીમાં ગોળ ભાંગી ને મંજૂરી આપવાના જે બાલિશ પ્રયત્નો છે તે પ્રયત્નો સામે અમે ૨૧ નગર સેવકોએ નગરપાલિકા ને લખી ને આપ્યું છે કે આવી ફાયલો તમે પાસ કરશો તો અમે જનરલ સભામાં બહાલીમાં લાવીને અમે આવી બહાલી નહિ આપીએ અને આ જવાબદારી સીધી નગરપાલિકા પ્રમુખ ચેરમેન અને ચીફ ઓફિસરની હશે નગરપાલિકા પાછલા બારણેથી અને કેટલાક પોતાના હિતો સાધવા માટે આવી ફાયલો નગર નિયોજક ને મોકલવાના હતા જેની જાણ અમો સહિત ૨૧ સભ્યોને ખબર પડી ત્યારે અમે નગર નિયોજક ને રૂબરૂ મળી ને આ તમામ ફાયલો પાસ નહિ કરવા લેખિત પણ જણાવ્યું છે ત્યારે નગરપાલિકા જેના સામે કેસો લડી રહી છે તેવા લોકોને મંજૂરી આપવાની વાત કરી રહી છે તે બાબત એટલી ગંભીર છે કે સિહોર નગરપાલિકાના વહીવટમાં આ એક ધરતીકંપ કહેવાય કે નગરપાલિકામાં કેટલાંક માથાભારે સતાધીશો કોર્ટની પણ અવગણના કરી જે સિહોર નગરપાલિકા માટે દુઃખ અને શરમનાક ઘટના કહેવાય અમે આ માટે છેલ્લા શ્વાસ સુધી ગેરકાયદેર સત્તા માટે અને પારદર્શક વહીવટ માટે અને ભષ્ટાચાર અટકાવવા માટે અમે દોઢ વર્ષ થી જે પ્રયત્નો કરીએ છીએ અને જે ચાલુ રહેશે જે ગેરકાયદેસર નિર્ણયો થાય છે તેમાં અમારી લડાઈ શરૂ રહેશે જાહેર જનતા પણ આવા બાબતમાં અમને ટેકો આપે કારણ કે આવી ફાયલો મંજુર કરશે તો જાહેર હિતને બહુ મોટું નુકશાન થશે જેમાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ બાબતે જાગૃત રહે કારણકે નહિ તો આવતા દિવસોમાં નગરપાલિકા ને આર્થિક બહુ મોટું નુકશાન ભોગવવું પડશે તેવું દીપાભાઈ રાઠોડે જણાવ્યું હતું