– દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર દંડ વધી ગયો છે. આ વચ્ચે લોકો વચ્ચે એવી અટકળો પણ લાગવાની શરૂઆત થઇ ગઇ છે કે શું ચંપલ કે સેન્ડલ પહેરીને બાઇક ચલાવવા પર પણ દંડ ભરવો પડશે કે નહી? નિયમો અનુસાર હવાઇ ચંપલ પહેરીને ટુ વ્હીલર ચલાવવું ટ્રાફિક રૂલ્સની વિરુદ્ધ છે. અધિકારીઓએ જણાવ્યું કે જો કે આ નિયમ જૂનો છે પરંતુ આજ સુધી તેને સખતાઇથી લાગુ કરવામાં નથી આવ્યો. હવે ટ્રાફિકના નિયમોને લઇને કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેથી હવે ચંપલ કે સેન્ડલ પહેરીને ટુવ્હીલર ચલાવનારનું ચાલાન કાપવાની શરૂઆત કરવામાં આવી છે. જો કે ટ્રાફિક વિભાગના આ નિયમને લઇને વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આઇપી સિંહે ટ્વિટ કર્યુ, મારા ગરીબ ભાઇ-બહેન સતર્ક થઇ જાઓ. ગામડાના ખેડૂત, મજૂર, ગરીબ વિદ્યાર્થી, હવે ચંપલ પહેરીને બાઇક નહી ચલાવી શકે. મોદી,યોગી રાજમાં સૂટ-બૂટ પહેરીને બાઇક ચલાવવાની રહેશે, નહી તો જોગી બાબાની પોલીસ હજારો રૂપિયાનું ચાલાન કાપી લેશે. તમારી તૂટેલી-ફૂટેલી ગાડીને લીલામ કરી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here