આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ હેલ્થ એ.ટી.એમ મશીન માત્ર ૨૦ મિનિટમાં કરે છે ૪૧ જેટલા રોગોની તપાસ

હરીશ પવાર
લોકોની સુખાકારી વધે તેમજ લોકોને ઉત્તમ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય ક્ષેત્ર ટેકનોલોજીના સંયોજનથી વિકાસની દિશાઓમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આવું જ સેવા અને ટેકનોલોજીના સુલભ સમન્વય સમુ અને અતિ આધુનિક એવુ હેલ્થ એ.ટી.એમ મશીન સરકારશ્રી દ્વારા ભાવનગરના લોકોની સેવામાં ગુજરાતભરમાં સૌપ્રથમ વખત ભાવનગરના ઘેટી ખાતે ફાળવવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ચમત્કાર સમાન તથા અતિ આધુનીક એવુ હેલ્થ એ.ટી.એમ ભાવનગરને મળે તે માટે અંગત રસ દાખવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.જે અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જેને સરકારશ્રી દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસાવાયુ છે ત્યા આ મશીન ફાળવવામા આવ્યુ હતુ. જેનું લોકાર્પણ કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here