સલીમ બરફવાળા
પાલીતાણા ભાવનગર હાઇવે રોડ પર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાહનચાલકો ને જાગૃત કરવા માટે પત્રિકા તેમજ ફૂલ આપવામાં આવ્યા હતા તેમજ વાહનચાલકોને ટ્રાફિક બાબતે સમજણ આપીને હેલ્મેટ ફરજીયાત પહેરવુ , લાઇસન્સ ફરજીયાત સાથે રાખવું , ગાડીના કાગળો,આરસી બુક, વીમો, પી યુ સી સહિતના કાગળો સાથે રાખવા અને આરટીઓ માન્ય નવી નબર પ્લેટ લગાડીએ તેવા સુત્રો વાળી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી સાથો સાથ હેલ્મેટ પહેરી તેમજ સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવતા હોઈ તેવા લોકોને કોંગ્રેસ સમિતિ દ્વારા પેંડા સાથે મોં મીઠું કરાવી ને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ભાવનગર જીલ્લા કોંગ્રસ  પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, નાનુભાઈ ડાંખરા,પ્રવીણભાઈ ગઢવી ,કિરીટભાઈગોહિલ,હરેશભાઈ કામળીયા ,પ્રેજીભાઈ ભીલ,કરણભાઈ  મોરી  સહિતના કોંગ્રસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા