બાબત વિચારતા કરી મૂકે તેવી છે એક જ સમિતિના નિર્ણયો અને રિપોર્ટ કેમ જનરલમાં ન મુકાઈ, કોનો સ્વાર્થ અને અંગત હિત સમાયેલુ, ભાજપ નગરસેવક સહિત વિપક્ષ અને અપક્ષે રજૂઆત કરી

વિવાદ અને સિહોર નગરપાલિકા બંન્ને વચ્ચે એક રંજનો પણ ફેર નહિ કારણ કે એક દા,ડો પણ એવો ન હોઈ કે નગરપાલિકા સામે સવાલો ન ઉઠ્યા હોઈ માટે અહીંનો વહીવટ કેટલો કથળેલો છે તેનો અંદાજ લગાવી શકાય છે ગઈકાલે સ્ટ્રીટ લાઈટ મામલો હતો તે થાળે પડે ત્યાં આજે સુરજ ઉગતા અને ઑફિસોના તાળા ખુલતા જ ફરી એજ વિવાદિત પાલિકા સામે સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા આજે ભાજપના નગર સેવક સહિત વિપક્ષ અને અપક્ષ સભ્યો દ્વારા એવી રજુઆત કરવામાં આવી કે ટાઉન પ્લાનિંગ સમિતિએ લીધેલા નિર્ણયો જનરલ સભામાં બહાલ માટે મુકવામાં આવતા નથી અને અન્ય સમિતિ દ્વારા લીધેલા નિર્ણયો મુકાઇ છે અહીં રજુઆત કરનારાઓનો મુદ્દો ખોટો નથી કારણકે અહીં કોઈ નો અંગત સ્વાર્થ અને હિત સમાયેલું છે તેવું સ્પષ્ટ દેખાઈ છે અને જે પાલિકાને નુકશાન કરનારું છે આજની રજુઆત એવી હતી કે સિહોર નગરપાલિકા માં છેલ્લા ધણા સમયથી નિતી નિયમોની અવગણના કરી પોતાના અંગત આર્થિક હિત માટે જનરલ સભામાં ટાઉન પ્લાનીંગ સમિતિના લીધેલા નિર્ણયો બહાલ માટે લેવામાં આવતા નથી. જયારે બાકીની સમિતિઓમાં લીધેલા નિર્ણયો બહાલ માટે મુકવામાં આવે છે.અમોએ અવાર નવાર મૌખીક રજુઆત કરવા છતા નગરપાલિકા ના મ્યુનિસિપલ એકટ કલમ-૬૫/૨ ની જોગવાઈ મુજબ દરેક સમિતિઓ નગરપાલિકા તાબા હેઠળ હોવા છતાં આવો તધલખી નિર્ણય લઈ નગરપાલિકા નું અહિત થતું હોય,જેથી નગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ સમિતિ જો જનરલ સભામાં બહાલ માટે આવે તો જનરલ સભામાં રહેલા સભ્યો ટાઉન પ્લાનિંગ સમિતિ લીધેલા નિર્ણયોમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી ફેર વિચારણા માટે નગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ સમિતિને પરત મોકલવામાં આવે આમ કરવાથી નગરપાલિકાનો વહીવટી સુધરશે તેમજ વહીવટ માં પારદર્શકતા આવે જો આ અંગે આવતા દિવસોમાં આપખુદશાહીથી નિર્ણય લઈ ટાઉન પ્લાનિંગ સમિતિ બહાલી માટે લાવવામાં નહી આવે ઉચ્ચકક્ષા એ રજુઆત કરવાની પણ ચીમકી રજુઆત કરનાર સેવકોએ ઉચ્ચારી છે