આજે પાલીતાણા ખાતે આક્રોશ સાથે આવેદન રજુઆત..આવતીકાલે સિહોરમાં કાર્યક્રમ, ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસ રસ્તા પર

સલીમ બરફવાળા
બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ કરવા રાજ્ય સરકાર નિર્ણય કર્યો છે ત્યારે લાખો પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે આજે પાલીતાણા ખાતે આક્રોશભેર આવેદન આપીને રજૂઆતો થઈ છે તો આવતીકાલે સિહોર ખાતે કાર્યક્રમ યોજાશે બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા આગામી 20મી ઓક્ટોબરે યોજાવવાની હતી ત્યારે છેલ્લી ઘડીએ સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારીને આ પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરી દીધો હતો. જેના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી રાજ્ય સરકારે એ વાતની સ્પષ્ટતા નથી કરીકે કયા કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઇ છે. કોંગ્રેસે જિલ્લા અને તાલુકા મથકોએ દેખાવો યોજીને વિરોધ પ્રદર્શન કરવા આયોજન કર્યુ છે ત્યારે આજે પાલીતાણા તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક ની ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ અરજદાર હતા તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ પરીક્ષાને 12માં ધોરણના ની શૈક્ષણિક યોગ્યતા માન્ય રાખી આ પરીક્ષા લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી જો આ પરીક્ષા લેવામાં નહીં આવે તો આગામી 24 કલાક પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જે બાબતે આજરોજ રજૂઆત કરવામાં આવી હતી તેમાં પાલીતાણા ના વિદ્યાર્થી આગેવાન ભોજાભાઈ ગોહિલ અર્ષમાન બલોચ સહીત 100 થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આવતીકાલે સિહોર તાલુકા આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે જોકે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, સરકારી નોકરીની ભરતીમાં કૌભાંડએ ભાજપની આગવી ઓળખ બની છે. આ ઉપરાંત આ અગાઉ પણ લોકરક્ષક, વનરક્ષક સહિતની પરીક્ષાઓ રદ થઇ છે ત્યારે ગુજરાતના શિક્ષિત યુવાઓએ હવે ભાજપ સરકાર પરથી ભરોસ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here