જીલ્લા કલેકટર કચેરી બહાર પ્રતિક ધરણા, ધારાસભ્ય સહિતના લોકો પ્રતિક ધરણામાં જોડાયા, પોલીસે ધરણા કરી રહેલા કાર્યકરોની કરી અટકાયત.

મિલન કુવાડિયા
ભાવનગરમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને ૧૦૦% સ્કુલ ફી માફી ની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. કલેકટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા ધરણા ને લઇ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેત ઉપજ અને વાણીજ્ય ખરડો ૨૦૨૦, ખેડૂત કૃષિ સેવા ભાવ બાહેંધરી અંગેની સમજુતી ખરડો-૨૦૨૦ અને આવશ્યક ચીજ વસ્તુ ખરડા મળી ત્રણ ખરડા જે પસાર કર્યા તે ખેડૂત વિરોધી એટલે જે હરિયાળી ક્રાંતિ ને નામશેષ કરવાનું ષડ્યંત્ર છે.

આ ખરડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અવાજને કચડી નાખવા સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત કોરોના લોકડાઉન ને લઇ વેપાર ધંધા લાંબો સમય બંધ રહેતા તેમજ અનેક નોકરી કરતા લોકોને પગારકાપ જેવી સ્થિતિ ને લઇ શાળાઓમાં ૧૦૦% ફી માફી ની માંગ સરકારમાં કોંગ્રેસે કરી હતી જેમાં ૨૫% ફી માફી કરી વાલીઓની મજાક કરી છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરી બહાર પ્રતિક ધરણા યોજ્યા હતા. જેમાં પોલીસે ધરણા કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.આ સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here