ભાવનગર શહેરમાં રાજીવ પંડ્યા અને જિલ્લામાં મુકેશભાઈ લંગાળીયા પ્રમુખપદે, પેટાચૂંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ ભાજપે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામ જાહેર કર્યા

પાયાના કાર્યકર્તાઓને મોખરે કરતું ભાજપ-ઠેરઠેર થી નવનિયુક્ત પ્રમુખોને વધાવ્યા

મિલન કુવાડિયા
રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર થયાં છે. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ભાવનગર શહેર અને જિલ્લામાં નવા ચહેરાને સ્થાન મળ્યું છે.ભાવનગર શહેરની જવાબદારી રાજીવ પંડ્યાને તો ભાવનગર જિલ્લાની જવાબદારી મુકેશભાઇ લંગાળિયાને સોંપાઇ છે. ભાવનગર જિલ્લા સહિત ગુજરાત ભાજપમાં નવા સંગઠનનું માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભાવનગર જીલ્લા પ્રમુખ અને મનપા શહેર પ્રમુખના ૩૯ નામો જાહેર કરીને નવા હોદ્દેદારોની નિમણૂંકને અંતિમ મહોર લગાવી દઈને ભાજપ દ્વારા આ નવા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ત્યારે ભાવનગરમા શહેર પ્રમુખ રાજીવ પંડ્યાને તો ભાવનગર જિલ્લાની જવાબદારી મુકેશભાઇ લાંગળિયા શિરે સોંપી હાઇકમાન્ડે મહોર લગાવી છે. ત્યારે ભાજપ નવા સંગઠનમાં અનુભવી નેતાઓને સ્થાન સોંપવામાં આવ્યું છે.એક તરફ મોટા જોગીઓના નામ ભારે ચર્ચામાં હતા ત્યારે ભાજપ હાઈ કમાનડે નવા જ અને જૂના પાયાના કાર્યકર્તાઓના નામો જાહેર કરીને નવી નીતિ રજૂ કરી હોય તેવું લાગે છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીઓમાં બંને પ્રમુખોની જવાબદારી મહત્વની રહેશે. સોશ્યલ મીડિયામાં બંને નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here