રાજયકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ અને ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ થયો, ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળને જનજન સુધી પહોંચાડવા પ્રયાસ : ઠેર-ઠેર સ્વાગત – સંમેલન

હરિશ પવાર
પ્રદેશ ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાનું તા. ૩૦ સપ્ટેમ્બરથી ૧,૨,૩ સપ્ટેમ્બર અને ૮ ઓકટોબરે આયોજન કરાયેલ છે.

મંત્રીઓ અલગ-અલગ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ થાય અને જનજન સુધી પહોંચે તે હેતુના ભાગરૂપે ભાવનગરના ભુતેશ્વરથી અસંખ્ય ગાડીઓના કાફલા સાથે જનઆશીર્વાદ યાત્રા પ્રસ્થાન થયું છે જેમાં રાજયકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ અને ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ થયો હતો

ઠેર ઠેર ગ્રામ વિસ્તારમાં ઠેર-ઠેર સ્વાગત – સંમેલન થયા છે ગયા મહિને કેન્દ્રના મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઇને નીકળેલા. ત્યારબાદ ગુજરાત સરકારમાં નેતૃત્વ પીરવર્તન થતા ફરી રાજ્યના નવા મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઇને નીકળવાનું આયોજન કરાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here