શહેરમાં નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ, પોલીસે કૉંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી, દેશમાં રાજ્યમાં મહિલાઓ સલામત નથી ત્યારે ઉજવણી અયોગ્ય-કૉંગ્રેસ

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર જિલ્લામાં ભાજપ સરકારના પાંચ પૂર્ણ પર આજે ચોથા દિવસે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનો કૉંગ્રેસ દ્વારા આર.ટી.ઓ સર્કલ રસ્તો રોકી બેસી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ દ્વારા કૉંગ્રેસ કાર્યકરોની ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી.

શહેર કોગ્રેસ મહિલા પાંખના દર્શનાબેન જોષી આક્રોશ ભેર જણાવ્યું હતું કે દેશમાં રાજ્ય માં મહિલાઓ સલામત નથી અપાર યાતનાઓ સાથે અમાનવીય અત્યાચારો નો ભોગ બની રહી છે, રાત્રે બહાર એકલી નીકળી શકતી નથી, ત્યારે મહિલા ગૌરવ દિન ની ઉજવણી એ મહિલાઓ નું અપમાન છે અને ગરીમા હણવાનો પ્રયાસ છે.

આથી આ કાર્યક્રમ નો વિરોધ કરી રહ્યાં છીએ. આ કોંગ્રેસના કાર્યકરો આગળ કોઈ કાર્યક્રમ આપે એ પૂર્વે કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તમામ કૉંગ્રેસ ના કાર્યકરોને એ ડિવિઝન ખાતે લઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, શહેર કોગ્રેસ મહિલા પાંખના દર્શનાબેન જોષી તથા કૉંગ્રેસ સમિતિના આગેવાનો, કોર્પોરેટર, યુથ કૉંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કૉંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here