કોંગ્રેસમાં સાચા આગેવાનોની કદર નથી, લાયકાત ધરાવતા કાર્યકરોની કોઈ ગણના કરતું નથી, હું આટલા વર્ષોથી કોંગ્રેસમાં છું, જી હુજુરી કરનારાઓની કોંગ્રેસમાં કિંમત છે – ભીખાભાઈનો બળાપો

સલીમ બરફવાળા
ગઇકાલ ગુરુવાર રાત્રિથી ભાવનગર અને જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચારો અને અહેવાલો વહેતા થયા વર્ષો જુના જોગી કોંગ્રેસ મોભી ભીખાભાઈ જાજડિયા હાથનો સાથ મૂકીને ઘડિયાળના કાંટે ચાલવાનો નિર્ણય મોભી ભીખાભાઇએ લીધો છે જેમાં કેટલા ઘડિયાળનો પટ્ટો પહેરે છે તે વાત સમયની છે પરંતુ ગુરુવાર રાત્રિથી સમગ્ર બાબત જિલ્લાના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બની છે અને આવતીકાલે શનિવારે શંકરસિંહ વાઘેલા પ્રફુલ પટેલ રેશ્મા પટેલ સહિત નેતાઓની હાજરીમાં કોંગ્રેસના મોભી ભીખાભાઈ કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાશે જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો અને ચહલ-પહલ જોવા મળે છે.

આવતીકાલે રાજ્યના રાજકારણમાં ધુરંધર ગણાતા પીઠ નેતા શંકરસિંહ વાઘેલા એનસીપી નેતા પ્રફુલ પટેલ રેશ્મા પટેલ સહિત નેતાઓ વરતેજ નજીકના સીદસર ગામે બેઠકમાં હાજરી આપવાના છે જેમાં ભાવનગર કોંગ્રેસના મોભી ગણાતા ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસ છોડી એનસીપીનો ખેસ ધારણ કરશે ગુરુવારે રાત્રીના લગભગ ૧૦ વાગ્યા આસપાસ સૌ પ્રથમ શંખનાદ પાસે શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓની હાજરીમાં કોંગ્રેસના મોભી ભીખાભાઈ જાજડિયા પક્ષ છોડી એનસીપીમાં જોડાવવાના હોવાના સમાચારો આવ્યા અને સૌ પ્રથમ અમારા દર્શકો સુધી આ અહેવાલો સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ કર્યા આ અંગે શંખનાદે આજે શુક્રવારે ભીખાભાઈ જાજડિયાનો સંપર્ક સાંધ્યો હતો.

ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષ સામે બળાપો ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સાચા આગેવાનોની કદર નથી, લાયકાત ધરાવતા કાર્યકરોની કોઈ ગણના કરતું નથી, હું આટલા વર્ષોથી કોંગ્રેસમાં છું, જી હુજુરી કરનારાઓની કોંગ્રેસમાં કિંમત છે, હું શનિવારે કોંગ્રેસ છોડી એનસીપી જોડાવવાનો છું, ઉલ્લેખનીય છે કે ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસના મોભી તરીકે ઓળખાઈ છે માર્કેટયાર્ડના ચેરમને તરીકે રહી ચૂક્યા છે, ભીખાભાઈના પુત્ર જગદીશ જાજડિયા પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી રહી ચૂક્યા છે ને હાલ પ્રદેશ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા છે ત્યારે એક વાત ચોક્કસ કે ભીખાભાઈના કોંગ્રેસ છોડવાથી રાજકારણ ગરમાયુ છે હવે જોવાનું એ રહે છે.

ભીખાભાઈની સાથે કેટલા આગેવાનો એનસીપીનો ખેસ ધારણ કરે છે બે ત્રણ દિવસ પહેલા ભીખાભાઈએ શરદ પવાર સાથે બંધ બારણે બેઠક કરીને સમગ્ર ઘટનાક્રમનો તખ્તો ગોઠવાયો હોવાનું નજીકના સૂત્રો કહે છે હાલ સ્થાનિક રાજકારણમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે આવતીકાલનો દિવસ રાજકારણ અને ખાસ કરીને કોંગ્રેસ માટે મહત્ત્વનો રહેશે કારણકે કોંગ્રેસનો હાથ મૂકીને ઘડિયાળનો ખેસ ભીખાભાઈની સાથે કેટલા પહેરે છે તે વાત સૌને સતાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here