ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને નિરીક્ષક તરીકે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને વીરેન્દ્રસિંહ વાઘેલાની નિમણુંક

મિલન કુવાડિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને નિરીક્ષક તરીકે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને વીરેન્દ્રસિંહ વાઘેલાની નિમણુંક થઈ છે છેલ્લાં ઘણાં સમયથી રાજ્યના પ્રજાજનો કોરોના મહામારીના વિકટ સમયમાં ભાજપની રાજ્ય સરકારના અણઘડ વહીવટથી ત્રસ્ત છે . આ સંજોગો પ્રજાને રાજ્ય સરકારની સદંતર નિષ્ફળતાઓ પરત્વે જાગૃત કરીને આપણા સંગઠનને વધુ મજબૂત બનાવવા , આગામી સમયમાં તાલુકા સંવાદ કાર્યક્રમ , ડીજીટલ મેમ્બરશીપ ડ્રાઈવ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તાલુકા — જિલ્લા પંચાયત સીટ દીઠ પૂર્વ તૈયારીઓ કરવા અને સફળતાપૂર્વક પરિણામલક્ષી કામગીરી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી – નિરીક્ષકઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી નિરીક્ષક તરીકે સરળ સ્વભાવના ધંધુકામાં ધારાસભ્ય રાજેશ ગોહિલ તેમજ વીરેન્દ્રસિંહ વાઘેલા નિરીક્ષકઓની નિમણૂંક કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here