ગઈકાલે દિલ્લીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ મોવડી મંડળ સફાળું જાગ્યું છે અને ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને વધુ એક મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને  બિહાર બાદ આજે દિલ્લી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી દિલ્લી રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા સ્થાનિક ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનમાં ફેરફાર કરવાનો સીલસીલો ચાલુ કરી દેવામાં આવ્યો છે. ગોહિલ શક્તિસિંહ નો જન્મ 4 એપ્રિલ 1960 માં ભાવનગર જિલ્લાના સિહોર નજીકના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ.

કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. છે શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1990, 1995, તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012 અને 2014 ની ચૂંટણી પણ લડ્યા હતી ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેઓ છબી ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here