ભાવનગર બોટાદની કોંગ્રેસની કારોબારી બેઠક ઢસા ખાતે મળી, અમિત ચાવડા પરેશ ધાનાણી અને હાર્દિકના સરકાર સામે આકરા પ્રહારો, અણધારી આવેલી આફતમાં એક થઈ લડવા કાર્યકરોને હાંકલ

મિલન કુવાડિયા
ઢસા ગામે ભાવનગર અને બોટાદ જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી બેઠક ગઈકાલે યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષ નેતા, પ્રદેશ કોંગ્રેસ ના તેમજ બંને જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આવનારા સમયમાં ગઢડા વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી અને ઉમેદવાર અંગે ચર્ચા અને રણનીતિ ઘડાઈ, જ્યારે પરેશ ધાનાણી એ સરકાર પર કટાક્ષ કરતાં સરકાર નિ નીતિ રીતિ સામે આગામી સમયમાં લોકો એ કોંગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવાનુ મન બનાવ્યું હોવાનું જણાવ્યું. જ્યારે અમિત ચાવડા એ સરકાર પર પ્રહાર કરતા ૨૨ વર્ષ થી શાસન માં હોવા છતા પણ રોડ પર ના ખાડાઓ ભ્રષ્ટાચાર નિ પોલ ખોલી રહ્યા હોવાનું તેમજ ખેડૂતો પોષણક્ષમ ભાવ અને પાક વીમા ને લઈ અસંતુષ્ટ હોવાનું તેમજ કોરોના કાળમાં માત્ર વાતો પર ચાલતી સરકાર પ્રજા ના પ્રશ્નો સાંભળતી નથી.

જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તેમજ વિધાનસભા ઈન્ચાર્જ ધારાસભ્ય વીરજીભાઈ ઠૂમ્મર, ધારાસભ્ય પૂજા ભાઈ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય રાજેશ ગોહિલ, ડો કનુભાઈ કળસરીયા, મનહર વસાણી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર સહિત બન્ને જિલ્લાના કોંગ્રેસ ના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આગામી સમયમાં ગઢડા વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવાર તેમજ જીત ને લઈ કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપી બેઠક જીતવા અંગે ચોક્કસ રણનીતિ ઘડવા માટે માર્ગદર્શન અપાયું.

બોક્સ..

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે ખેડૂતો ના ઉત્પાદક પાકનો પૂરો ભાવ નથી મળતો, પાકવીમો, બેરોજગારી મોંઘવારી, ભ્રષ્ટાચાર થી પ્રજા ત્રસ્ત છે, ભાજપના ૨૨ વર્ષ ના શાસન માં રોડ પરના જે ખાડાઓ છે તે વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો પુરાવો હોવાની વાત જણાવી, મોંઘવારી ના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે, કોરોના કાળમાં લોકોને હાલાકી ભોગવવી પડે છે સરકાર માત્ર વાતો કરે છે પ્રજા ની વાત સાંભળવા તૈયાર નથી, સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું, જ્યારે ગઢડા બેઠક પરના ધારાસભ્ય એ આપેલા રાજીનામા ને પ્રજા સાથે દ્રોહ ગણાવ્યો, સ્થાનિક કાર્યકરો વચ્ચે અને લોકો વચ્ચે રહેતા ઉમેદવાર ની કરાશે પસંદગી, બેંગલોર માં થયેલ દલિત પરિવાર પરના હુમલા અંગે દેશ માં ભાજપ ની સરકાર આવી ત્યાર થી જ નાના અને સામાન્ય વર્ગ ના લોકો એસ. સી., એસ. ટી., ઓબીસી, માઈનોરિટી ના લોકો પર અત્યાચાર ના બનાવો વધી રહ્યા છે, સરકાર દેશ ના મુઠ્ઠીભર લોકો માટે જાગરૂકતા રાખે છે, વડાપ્રધાન ને તમામ સુરક્ષા અપાય જ્યારે જનતાને અને દેશ નો સામાન્ય નાગરિક આજે પણ પીસાય છે, અન્યાય, અત્યાચાર નો ભોગ બને છે તેવું જણાવ્યું.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ગાંધી ના ગુજરાત માં ગત વર્ષો માં ચૂંટાયેલા ૬૫ જેટલા ધારાસભ્યો સાંસદ ને ડરાવી ધમકાવી અને ફોસલાવી ને તોડવા ના કારણે ૮ વિધાનસભા ની પેટા ચૂંટણી સરકાર ના કારણે થઈ રહી છે ત્યારે આવનારા સમયની ચૂંટણી માં લોકો સબક શીખવાડી અને કોંગ્રેસ ને જીતાડવા મન બનાવી લીધાની વાત જણાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here