રાજયકક્ષાના મંત્રી વિભાવરીબહેન દવેની વિશેષ ઉપસ્થિતીમાં બેઠક મળી


બ્રિજેશ ગૌસ્વામી
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વિજયી બનાવી આ બેઠક ઉપર કમળ ને ખીલવવા માટે ભાજપ દ્વારા રાજયકક્ષાના અને કેન્દ્રીય મંત્રીઓને મેદાને ઉતારી દીધા છે. પ્રદેશ અધ્યક્ષ ની ગઢડા બેઠકની મુલાકાત બાદ આજે રાજયકક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબહેન દવે ધોળા ખાતે પહોંચી ગયા હતા. અહીં બહેન દ્વારા ગંગા સ્વરૂપ બહેનો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાવરીબહેન દવે દ્વારા ધોળાની પ્રજાના વધુમાં વધુ મતો ભાજપના ફાળે જાય તે માટે તેમને અહીં મહત્વની બેઠક યોજી હતી.

અહીં બેઠકમાં મંત્રી વિભાવરીબહેન સાથે જી.આઈ.ડી.સી નિયામક પેથાભાઈ આહીર, ભાવનગર જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ જગદીશભાઈ ભીંગરાડિયા, ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર, ઉમરાળા તાલુકા મહામંત્રી ભરતભાઇ ટાંક અંર નરવીરસિંહ ગોહિલ, જિલ્લા યુવા મોર્ચા ના પ્રમુખ નરેશભાઈ સોલંકી તથા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મમતાબહેન સવાણી, જિલ્લા મહિલા મોર્ચા ઉપપ્રમુખ હીરાબેન મંગુકીયા તથા ભારતીબહેન ભીંગરાડીયા તથા ભાજપના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here