મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે સવારે ધોળામાં, જાહેરસભાનું આયોજન

બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૯/૧૫ કલાકે
મિલન કુવાડિયા

ગુજરાતમાં આગામી સમયમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા.૨૯ના સવારે ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ પેટા ચૂંટણી સંદર્ભે સામાજિક અગ્રણીઓ સાથે બેઠક પણ યોજશે. રાજ્યમાં વિધાનસભાની ૮ બેઠકો માટે ૩મી એ યોજાનારી પેટાચૂંટણીનું પ્રચાર હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે . તમામ ૮ બેઠકો જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે . અને સરકારના મંત્રીઓ તથા સંગઠનના દિગ્ગજોને જુદી જુદી બેઠકો પર ઉમેદવારોને જીતાડવાની સીધી જવાબદારી સોંપી છે . જેના કારણે સંગઠન ક્ષેત્રે પ્રદેશ પ્રમુખ થી માંડી મહા મંત્રીઓ મંત્રીઓ તેમજ પ્રદેશ હોદ્દેદારો ની ફોજ જુદા જુદા વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ તમામ છ બેઠકો પર પુરી તાકાત સાથે ચૂંટણી પ્રચારને તેની પરાકાષ્ઠાએ પહોંચાડી દીધી છે .ત્યારે આવતીકાલે ગઢડા ખાતે બેઠક પર ચૂંટણી સભા ગજવવાના ત્યારે આવતીકાલે ધોળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી સભામાં કોંગ્રેસ અને પાસના કેટલાક આગેવાનો વિધિવત કેસરિયો ધારણ કરશે તેવું હાલ જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here