મોહનભાઇ સોલંકીનો વિજય નિશ્ચિત, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગામે ગામ સભાઓ લીધી, લંગાળા ગામે અમરીશ ડેરની હાજરીમાં ૧૫૦ થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

દિલીપ સાબવા પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ-અપક્ષ-એનસીપી અને ફરી ભાજપમાં જોડાયાઃ ગઢડામાં હાર્દિક પટેલના ચાબખા

સલીમ બરફવાળા
ગઢડા બેઠક પર પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે ગઈકાલે વિપક્ષી નેતા પરેશ ધાનાણી હાર્દિક પટેલ જયરાજસિંહ પરમારે સભાઓ ગજવી ગજવી હતી અને આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અમરીશ ડેરે વિધાનસભા વિસ્તારને ધમરોણી નાખ્યો છે ત્યારે મોહનભાઈ સોલંકીનો વિજય નિશ્ચિત જણાઈ છે ગઢડા ૧૦૬ વિધાનસભા બેઠક પર બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પુરા જોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે બંને પક્ષોના સ્ટાર પ્રચારકો ગઢડા મતક્ષેત્રમાં પોતાની સભાઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીના સમર્થમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગામે ગામ સભાઓ લીધી હતી સરકારની નીતિ રિતી સામે આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીને વિજય બનાવવા હાકલ કરી હતી.

રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ઉમરાળા વિસ્તારોમાં સભાઓ બેઠકો લીધી હતી સમગ્ર વિધાનસભા વિસ્તારને ધમરોળી નાખ્યો હતો લંગાણા ગામે ૧૫૦ થી વધુ કાર્યકરોએ અમરીશ ડેરની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો તેમજ ગઢડાના માંડવધાર ગામે મોહનભાઇ સોલંકીના સમર્થનમાં સભાને સંબોધી હતી. જેમાં ધારાસભ્ય વિરજી ઠુમમર, કાનુભાઈ બારૈયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલે લોકોને અપીલ કરી હતી કે, મોહનભાઇને બે વર્ષ માટે તક આપો અને કામ જુવો અને જો કામ સારું ના લાગે તો આવતી ચૂંટણીમાં તેમને મત ના આપજો. આજે ભાજપમાં ભળેલા અને પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા દ્વારા આક્ષેપ કરેલ કે ૨૦૧૭માં હાર્દિકે ટિકિટો વેચી હતી. તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે તેને મારા પર આક્ષેપ કરવાની જરૂર જ નથી તે પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ, અપક્ષ, એનસીપી અને ફરી ભાજપમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here