ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર : કોંગ્રેસ માટે વટનો સવાલ

કાલે ગઢડા બેઠક માટે પેટાચૂંટણીઃ આજે કતલની રાત

ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં: આજે રાત્રે ઘડાશે જીતવાની આબાદ ‘રણનીતિઃ કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાનઃ ૧૦મીએ મતગણતરીઃ મતદાન નિરસ રહે તેવા એંધાણ મળી રહ્યા છે

મિલન કુવાડિયા
ગઢડા પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને આવતીકાલે ગઢડા સહિત ૮ બેઠકો પર મતદાન યોજાશે. સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આજે કતલની રાત છે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી જંગ જીતવા આજે રાત્રે ઘડશે ‘આબાદ’ રણનીતિ.

આ ચૂંટણી માટે ભારે ચર્ચા જગાવી છે. જો કે મતદાન નિરસ રહે તેવા એંધાણ મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને ૧૦ નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here