સંમેલન યોજીને ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું


નિલેશ આહીર
આજરોજ ગઢડા ખાતે વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જન સમર્થન વચ્ચે કોંગ્રેસનું સંમેલન યોજાયુ હતુ. પક્ષના ઉમેદવાર મોહનભાઈ સોલંકીએ તેમનું નામાંકન પત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કર્યુ હતુ. આજરોજ ગઢડા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં તમામ વર્ગ અને જ્ઞાાતિના લોકોની હાજરી રહી હતી તેમજ વિવિધ ગામના સરપંચો, આગેવાનો, વેપારી મંડળોના પ્રમુખો તેમજ આગેવાનોએ ઉમેદવારનું સન્માન કરી  જીત બદલ શુભેચ્છાઓ વ્યકત કરી હતી. સમગ્ર સંગઠન એક જુટ થઈને ચુંટણી લક્ષી તૈયારીઓમાં જોતરાઈને કોંગ્રેસના ઉમેદવારને પ્રચંડ સરસાઈથી વિજયી બનાવવામાં કોઈ કચાશ છોડે નહિં.ઉપસ્થિત સૌ કોઈ વક્તાઓએ કોંગ્રેસને મતદાન આપવા આહવાન કર્યું છે

ભાજપના કમળને કચડવા પાટીદાર સમાજ મેદાને : ઉમરાળા ગઢડા સીટને લઈ સુરતમાં બેઠક મળી

પાટીદાર સમાજ ના આગેવાનો એક મંચ પર આવનારી પેટા ચૂંટણીમાં બીજેપી તેમજ આત્મારામ પરમારને કેમ હરાવી શકાય અને પાટીદાર સમાજ પર થયેલ અત્યારચારનો બદલો લેવો તેની વ્યૂહરસના માટે ઉમરાળા તાલુકાના ટીમ્બિ ગામના વતની કનુભાઈ ભીંગરાડીયાના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન તેમના ક્રિષ્ના ફાર્મ પર પાટીદાર સમાજના આગેવાનો ભેગા થયેલા જેમાં મુખ્ય મહેમાનોમાં દેવરાજભાઈ ટીમબી કોપરેટર દિનેશભાઇ સાવલિયા કોપરેટર રાઘવજીભાઈ ગાયકવાડી કરશનભાઇ પરવાળા ધીરુભાઈ મુખી ઉમરાળા હાજર રહેલા અને કોઈ પણ ભોગે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરવા આ સાથે પાસ અને પાટીદાર સમાજના પાયાના કાર્યકરો પણ હાજર રહેલા જેમાં ઉમરાળા તાલુકા માંથી મનોજભાઈ ભીંગરાડીયા ચિરાગ નાવડીયા મિતુલ ગોટી અશોકભાઈ ડાભી બ્રિજેશ સવાણી હાજર રહેલ વલભીપુર તાલુકા માંથી મહેશ સવાણી યોગેશ દિયોરા મિતુલ નાવડીયા તેમજ ગઢડા તાલુકા માંથી મહેશ કેવડિયા ઘનશ્યામ કલથીયા ગિરીશ રનિયાલા હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here