દેશના પ્રધાનમંત્રી અને સદીના મહાનાયક નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ

શંખનાદ કાર્યાલય
ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતનાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવસરે સમગ્ર દેશમાં ઉજવણીઓ થઈ રહી છે ભાજપ દ્વારા ઠેરઠેર સેવા સપ્તાહ થકી તેમનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે તે આવકારદાયી છે. સમાજનાં વિવિધ વર્ગના લોકોની દરેક પ્રકારે સેવા-સહાય કરવામાં આવી રહી છે.ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અભૂતપૂર્વ બેજોડ અને ક્રાંતિકારી આર્થિક આયોજન જેવી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજયની માતૃશકિતને ભેટ આપી છે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના હેઠળ ૧૦ લાખથી વધુ માતાઓ-બહેનોને ૦ ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. રાજયમાં ૧૦ લાખ જેટલી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. આ સિવાય દેશ-દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વિવિધ પ્રકારે ઉજવવામાં આવી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક બની રહ્યા છે. યશસ્વી નેતા દીર્દ્યાયુષ્ય ભોગવે અને તેનો લાભ ભારતને મળતો રહે તેવી મંગલકામના સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિતે સમગ્ર દેશમાં ખુશીઓનો માહોલ જોવા મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here