સિહોર આપ દ્વારા ભવ્ય સ્વાગત, આપ’ હવે આપ જિલ્લામાં ફરીવાર સંગઠન મજબૂત કરવા સક્રિય બન્યું, જીલ્લાના રાજકારણ મોટો ફેરબદલાવ થાય તેવી સંભાવનાઓ


બ્રિજેશ ગૌસ્વામી
દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આજે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સિહોર પધાર્યા હતા ત્યારે આપ ટીમે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું ગોપાલ ઇટાલીયા હાલ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે સિહોરના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતની સત્તામાં રહીને પણ ગુજરાતનાં મઘ્યમ વર્ગના લોકો માટે જે સૌથી મોટા પ્રશ્ર્નો એવા શિક્ષણનાં વ્યાપારી કરણથી બેફામ બનેલા શિક્ષણ માફીયાઓ સામે સારૂ સરકારી શિક્ષણ દેવામાં આરોગ્યને લગતી સારી અને સસ્તી સરકારી સેવાઓ દેવામાં, વીજળીના બેફામ દરો, બેફામ થતો ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા જેવા લોકોનાં હિતના કાર્યો પ્રત્યે ગુજરાત સરકાર કઇ નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ રહી છે.

ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ સરકારનો વિરોધ કરવાના બદલે પોતાના ખિસ્સા ભરવા માટે ભાજપ સાથે ભાગીદાર રહીને ભાજપનો પરોક્ષા રીતે સાથ જ આપી રહ્યા છે. જયારે બીજી તરફ લોકોનાં કામની વાત કરનાર અને ઇમાનદાર રાજનીતિ દ્વારા દિલ્હીમાં ત્રીજીવાર સરકાર બનાવનાર આપ આદમી પાર્ટી છે અને ખાસ ઉલ્લેખનીય એ છે કે દિલ્હીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા આપ આદમી પાર્ટીના ધારાસભ્યો તોડવા માટે લોભ-લાલચ આપી, ડરાવી-ધમકાવી (શામ-દામ-દંડ-ભેદ) જેવા અનેક પ્રયત્નો કરવા છતાં પણ આમ આદમી પાર્ટીના ઇમાનદાર અને ક્રાંતિકારી એવા એક પણ ધારાસભ્યને તોડી ન શકી જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી પર ગુજરાતનાં લોકો ભરોસો મૂકી શકે છે અને લોકોએ ભરોસો મુક્યો છે સમગ્ર ગુજરાતમાંથી હજારો લોકોએ આપ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તેવું ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here